ઝારખંડ: બંધ દરમિયાન લોકોએ DSPને મારી થપ્પડ, ફાડ્યો પોલીસકર્મીનો ડ્રેસ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાંચી: કુર્મી જાતીને અનુસુચીત જનજાતીની યાદીમાં સામેલ કરવાની માગણીને ધ્યાનમાં રાખીને કુર્મી વિકાસ મોર્ચા તરફથી આજે ઝારખંડમાં બંધનું એલાન રાખવામાં આવ્યું હતું. બંધ માટે બોલાવવામાં આવેલા સમર્થકો આગળ પોલીસ લાચાર થઈ ગઈ હતી. રાંચીથી રામગઢ જિલ્લાના ચિતરપુરમાં બંધ કરાવી રહેલા લોકો સાથે વાત કરવા પહોચેલા ડીએસપી દિપક કુમારને એક યુવકે થપ્પડ મારી દીધી હતી. ત્યારપછી લોકોએ ભેગા થઈને પોલીસ ઉપર પણ લાઠીચાર્જ કર્યો હતો. ગુસ્સે ભરાયેલા લોકોએ પોલીસ કર્મીઓના ડ્રેસ પણ ફાડી નાખ્યા હતા અને એક પોલીસવાળાનું માથુ પણ ફોડી નાખ્યું હતું. મહિલાઓએ પણ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં ઘણાં પોલીસ કર્મીઓ ઘાયલ થયા હતા જ્યારે ડઝનો મહિલાઓની સાથે ત્રણ વર્ષની બાળકીને પણ ઈજા પહોંચી હતી.
SDOની ગાડી પર પથ્થરમારો

રામગઢ જિલ્લાના ચક્રધરપુરના બંદગાવ પ્રખંડના કરાઈકેલા ગામમાં બંધ સમર્થકો પર લાઠીચાર્જ કર્યા પછી કુર્મી સમાજના લોકોએ એસડીઓ રવિશંકર શુક્લાની ગાડી પર પથ્થર મારો કર્યો હતો. તેના કારણે તેમને ઈજા પણ પહોંચી હતી. તે દરમિયાન ત્યાં ભાગદોડ થઈ ગઈ હતી. તેના કારણે અમુક લોકો ઘાયલ પણ થયા હતાં. બંધના આદોલનમાં લોકો એટલા ઉગ્ર થઈ ગયા હતા કે નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને તોડ-ફોડ કરવા લાગ્યા હતાં.
ઘણી જગ્યાએ ચક્કા જામ

બંધની અસર રાજ્યની રાજદાની રાંચી, રામગઢ અને ગોડ્ડા સહિત ઘણાં જિલ્લામાં જોવા મળી હતી. રાજ્યમાં નેશનલ હાઈવે પર અમુક જગ્યાએ ટ્રાફિક રોકી દેવામાં આવ્યો હતો. ગોડ્ડા જિલ્લામાં નેશનલ હાઈવે 133 પર ટ્રાફિક રોકી દેવામાં આવ્યો હતો. સવારે સાડા પાંચ વાગ્યાથી બંધ સમર્થકોએ રાંચી-હજારીબાગ અને રાંચી-ટાટા રોડના વિવિધ ચોક પર ખૂબ હોબાળો કર્યો હતો. બંધ સમર્થકોએ વાહનોને રોક્યા અને કલાકો સુધી રસ્તો બંધ રાખ્યો હતો. પોલીસને ખૂબ મહેનત પછી ટ્રાફિક હળવો કરવામાં સફળતા મળી હતી.
રાંચીની હાલત

રાંચી શહેરમાં બંધની થોડી અશર જોવા મળી હતી. રસ્તાઓ પર સામાન્ય દિવસોની સરખામણીએ વાહનોનની સંખ્યા ઓછી હતી. અમુક દુકાનો ખુલી હતી જ્યારે અમુક દુકાનો બંધ રાખવામાં આવી હતી. બંધના કારણે બસો અને ટ્રકો કલાકો સુધી રસ્તાઓ પર જામ હતી.
અન્ય સમાચારો પણ છે...