• Gujarati News
  • A Truck Near Madhyapradesh Met With An Accident, It Contained Alcohol

દારૂ ભરેલી ટ્રક પલટી, બોટલ જોઈ ઘેલા થયા પ્યાસાઓ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભિંડ: મધ્યપ્રદેશના નેશનલ હાઈ-વે 92 પર સોમવારે બપોરે અંગેરજી દારૂ લઈ જતી એક ટ્રક પલટી ખાઈ ગઈ. ઘટનાસ્થળે પોલિસ પહોંચે એ પહેલા ત્યાંથી પસાર થતાં લોકોએ દારૂને લૂંટી લીધો.બાઈક અને કારમાં સવાર લોકોએ બોટલો અને ખોખા લૂંટી લીધા. હાઈ-વે પરથી પસાર થતી બસ પણ ત્યાં ઉભી રહી અને મુસાફરોએ બસમાંથી ઉતરીને દારૂની બોટલો લીધી. જોકે પોલીસે આવીને લોકોની ભીડને ખસેડી અને સ્થિતિ કાબૂમાં લીધી.

ટ્રક ગ્વાલિયરથી પટના જઈ રહી હતી. જેમાં લગભગ બે કરોડની કિંમતનો 2400 બોટલ દારૂ હતો. બોરાહી શાના પાસેથી પસાર થતી ટ્રકમાં ડ્રાઈવરનું સંતુલન ન રહેતા રસ્તા પાસે ટ્રક પલટી ખાઈ ગઈ. આ અકસ્માતમાં બે લોકો ઘાયલ થાયા છે.
પ્રત્યક્ષદર્શીઓનું કહેવુ છે કે આ અકસ્માતની જાણ એકસાઈઝ કોન્ટ્રાક્ટરોને થતાં તે લોકો પણ ઘટનાસ્થળે પહોંચીને દારૂની પેટીઓ લૂંટી ગયા. ડીએસપીએ આવીને ઘટનાસ્થળનું નિરિક્ષણ કર્યું. તેમણે કહ્યું કે રાત્રે દારૂની સુરક્ષામાટે પોલીસ કર્મીઓનો પહેરો રાખવામાં આવ્યો છે. શરાબના દસ્તાવેજ જોતા લાગે છે કે આ દારૂ કાયદેસર લઈ જવામાં આવતો હતો.
આગળની સ્લાઈડમાં જુઓ વધુ તસવીરો