તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાકિસ્તાનમાં પોતાનો મિલિટ્રી બેઝ બનાવી શકે છે ચીન: પેંટાગોન રિપોર્ટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વોશિંગ્ટન: આવનારા દિવસોમાં ચીન પાકિસ્તાનમાં પોતાનો મિલિટ્રી બેઝ બનાવી શકે છે. ચીન હાલ વિદેશોમાં પોતાના વધુ ને વધુ સૈન્ય અડ્ડાઓ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. બેઈજિંગે હાલમાં જ આફ્રિકાના એક દેશ જબૂટીમાં પોતાનો મિલિટ્રી બેઝ પ્રસ્થાપિત કર્યો છે. માનવામાં આવી રહ્યું છે કે આવનારા દિવસોમાં પાકિસ્તાન સહિત અન્ય ઘણા દેશોમાં પણ તે આ જ પ્રકારના સૈન્ય અડ્ડાઓ બનાવી શકે છે. પેન્ટાગોને મંગળવારે જાહેર કરેલા એક રિપોર્ટમાં આ વાત કહી છે. જો ચીન આવું કરે છે, તો ભારતના સ્ટ્રેટેજિક પડકારો વધી જશે.
 
ચીને પોતાના સુરક્ષા ખર્ચમાં વધારો કર્યો છે
 
- પેન્ટાગોને 97 પાનાનો એક રિપોર્ટ તૈયાર કર્યો છે. આ રિપોર્ટ અમેરિકી કોંગ્રેસની સામે રજૂ કરવામાં આવ્યો છે. તેમાં ગયા વર્ષે ચીનના સૈન્ય દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
- અમેરિકા પ્રમાણે, ચીને પોતાની સુરક્ષા માટે વિશાળ ખર્ચો કર્યો છે. પેન્ટાગોનના રિપોર્ટ પ્રમાણે, ચીને આ ક્ષેત્રમાં 180 બિલિયન ડોલર કરતાં પણ વધુનો ખર્ચ કર્યો છે.
- ચીનના આધિકારિક રક્ષા બજેટની રકમ 140 બિલિયન ડોલર છે. પરંતુ પેન્ટાગોનના રિપોર્ટ પ્રમાણે, ચીન પોતાની સેના અથવા સુરક્ષાની જરૂરિયાતો પર આનાથી પણ ઘણો વધારે ખર્ચ કરી રહ્યું છે.
 
જબૂટીમાં અમેરિકાનો પણ એક મહત્વનો મિલિટ્રી બેઝ
 
- અમેરિકન રિપોર્ટ પ્રમાણે, એક બાજુ જ્યાં ચીનમાં આર્થિક વિકાસ મંદ પડ્યો છે, ત્યાં બીજી બાજુ તેના નેતા સંરક્ષણ બજેટમાં વધારો કરવાની તરફેણમાં છે.
- ચીનનું માનવું છે કે ભવિષ્યના પડકારોને ધ્યાનમાં રાખીને તેણે પોતાની સૈન્ય ક્ષમતા વધારવી પડશે. આ રિપોર્ટ ચીન દ્વારા જબૂટીમાં બનાવવામાં આવેલા પહેલા વિદેશી નૌસેના અડ્ડાનો પણ વારંવાર ઉલ્લેખ કરે છે.
- જબૂટીમાં અમેરિકાનો પણ એક મહત્વનો મિલિટ્રી બેઝ છે. અમેરિકાનો આ બેઝ સુવેઝ નહેરના રસ્તામાં રેડ સીના એક મહત્વના સ્થળ પર બનેલો છે, જે વ્યૂહાત્મક દ્રષ્ટિએ ઘણો અગત્યનો માનવામાં આવે છે.
- રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જે દેશોની સાથે ચીનને જૂની મિત્રતા છે અને પાકિસ્તાન જેવા દેશ, જેમની સાથે તેમના સમાન વ્યૂહાત્મક હિતો જોડાયેલાં છે, ત્યાં ચીન પોતાના વધારાના મિલિટ્રી બેઝ બનાવવાની કોશિશ કરી શકે છે.
 
જબૂટીમાં ચીનના નૌસેના અડ્ડાથી વધી ભારતની ચિંતા
 
- જબૂટીમાં ચીન દ્વારા નૌસેના અડ્ડો બનાવવાથી ભારતની ચિંતાઓ ઘણી વધી ગઇ છે. તેનું કારણ જબૂટીની ભૌગોલિક પરિસ્થિતિ છે.
- આ આફ્રિકન દેશ હિંદ મહાસાગરના ઉત્તર-પશ્ચિમી કિનારે આવેલો છે. તેનાથી ભારતની મુશ્કેલીઓ વધી ગઇ છે.
- ચીન દ્વારા પાકિસ્તાનમાં મિલિટ્રી બેઝ બનાવવા પર ભારત કેવા પ્રકારની પ્રતિક્રિયા કરશે તેનો આ રિપોર્ટમાં કોઇ ઉલ્લેખ નથી.
 
પાકિસ્તાન ચીન દ્વારા વેચાતા હથિયારોનું મોટું ગ્રાહક
 
- રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે પાકિસ્તાન એશિયા-પ્રશાંત ક્ષેત્રમાં ચીન દ્વારા વેચવામાં આવનારા હથિયારોનું એક મોટું ગ્રાહક છે.
- ચીને 2011થી 2015ની વચ્ચે કુલ 12 ટ્રિલિયન રૂપિયાના હથિયારોની નિકાસ કરી, જેમાંથી આશરે 6 ટ્રિલિયન રૂપિયાના હથિયારો એકલા પાકિસ્તાને ખરીદ્યાં.
- ગયા વર્ષે ચીન અને પાકિસ્તાન વચ્ચે એક કરાર થયો, જેના પ્રમાણે ચીન પાકિસ્તાનને 8 પાનડબ્બીઓ વેચશે.
- અમેરિકાએ પોતાના રિપોર્ટમાં ચીનની સેના દ્વારા સમુદ્ર અને અંતરિક્ષમાં શરૂ કરવામાં આવેલા અભિયાનોનો વિગતે ઉલ્લેખ કર્યો.
- તેમાં એવો આરોપ પણ લગાવવામાં આવ્યો છે કે ચીનના હેકર્સ અમેરિતી સરકારના કોમ્પ્યુટર્સમાં ગાબડાં પાડવાની કોશિશ કરી રહ્યાં છે.
- રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીન આવા હેકિંગ દ્વારા અમેરિકા સાથે જોડાયેલી સંવેદનશીલ જાણકારીઓ હાંસલ કરવાની કોશિશ કરી રહ્યું છે. 
અન્ય સમાચારો પણ છે...