રેલગેટ : પવનકુમાર બનશે તાજના સાક્ષી ,ભાણેજ સામે આપશે સાક્ષી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભૂતપૂર્વ રેલવેપ્રધાન પવનકુમાર બંસલ રેલવે બોર્ડમાં નિમણુંક માટેના રૂપિયા ૧૦ કરોડના લાંચ કૌભાંડમાં તાજના સાક્ષી તરીકે જુબાની આપશે. આ કેસમાં તેમના ભાણેજ વિજય સિંગલા મુખ્ય કાવતરાબાજ છે.આ કિસ્સામાં સિંગલા, રેલવે બોર્ડના તત્કાલીન સભ્ય મહેશકુમાર અને અન્ય આઠ સામે આઇપીસી તેમ જ લાંચરૂશ્વત વિરોધી કાયદાની વિવિધ જોગવાઇઓ હેઠળ ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યા છે.

કેસમાં ફરિયાદપક્ષે બંસલને ૩૯મા ક્રમના સાક્ષી તરીકે મૂક્યા છે. સિંગલા તેમના ચંડીગઢના કાર્યાલય ખાતે લાંચની રકમ પેટે રૂપિયા ૯૦ લાખની લાંચ લેતાં રંગેહાથ ઝડપાયા હતા. સીબીઆઇ આક્ષેપ કરી રહી છે કે સિંગલાએ મહેશકુમાર પાસેથી રૂપિયા ૧૦ લાખની લાંચની માગણી કરી હતી.તેમના વચ્ચે સમજુતી થઇ હતી કે પાંચ કરોડની ચુકવણી નિમણુંક પહેલાં અને બાકીના પાંચ કરોડની ચુકવણી નિમણુંક પછી કરવાની રહેતી હતી.