• Gujarati News
  • Patna Gandhi Maidan Found Drone Police Involved In The Investigation

પટના: અમિતા શાહની રેલી પહેલા ગાંધી મેદાનમાં ઉડતું મળ્યું ડ્રોન, બે લોકોની ધરપકડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પટના: ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત શાહની રેલી પહેલા રવિવારે પટનાના ગાંધી મેદાનમાં ડ્રોન મળ્યા બાદ પટના પોલીસ સક્રિય થઇ ગઇ છે. 14 એપ્રિલના રોજ અહીં અમિત શાહની રેલી યોજાવાની છે. પોલીસે આ ઘટનામાં બે લોકોની ધરપકડ કરી છે. પટના સીઆઇડી સાથે મળીને પોલીસે બન્ને લોકોની પુછપરછ શરૂ કરી છે. વધુમાં જણાવીએ તો થોડા દિવસ પહેલા પટનાના એક રહેણાંક વિસ્તારના ફ્લેટમાં બોંબ બનાવતી સમયે વિસ્ફોટ થયા હતા. જ્યારે પોલીસને પાછળથી જાણ થઇ હતી કે આ બોંબ અમિત શાહની રેલીમાં વિસ્ફોટ કરવા માટે બનાવવામાં આવી રહ્યા હતા, પરંતુ એ સમય પહેલા ફૂટી ગયા. આરોપી ઘટનાસ્થળેથી નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. ગાંધી મેદાન એ સ્થળ જ્યાં લોકસભા ચૂંટણી દરમિયાન મોદીની સભામાં વિસ્ફોટ થયો હતો.

ડ્રોન મળ્યાની જાણકારી બાદ પટનાના એસએસપી સહિત મોટી સંખ્યામાં પોલીસવાળા ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસને પહેલા જાણકારી મળી હતી કે રવિવારે આ મેદાન પર આયોજિત નિષાદ રેલી દરમિયાન આયોજકોએ ડ્રોન ઉડાવ્યું હતું. જોકે, આયોજકોએ સહયોગ ન આપતા પટના પોલીસે નવી દિશામાં તપાસ હાથ ધરી છે. પોલીસ આ ઘટનાની તપાસ થોડા દિવસ પહેલા થયેલા વિસ્ફોટને જોડીને કરી રહી છે. પટનાના એસએસપી જિતેન્દ્ર રાણાએ જણાવ્યું કે રવિવારે ગાંધી મેદાનમાં ડ્રોનની મદદથી વીડિયોગ્રાફી કરવામાં આવી રહી હતી. તે માટે આ ઘટના સંબંધિત બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. એસએસપીના મત પ્રમાણે, ડ્રોન ઉડાવવા માટે કેન્દ્રિય ગૃહ મંત્રાલયના આદેશની જરૂર હોય છે, જે આ લોકો પાસે નથી.

આગળની સ્લાઇડમાં જુઓ તસવીરો....