તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘ભાગવું હશે તો સલવાર જ કામ આવશે’- સ્વદેશી જીન્સ પર બાબાની ઉડી મજાક

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નેશનલ ડેસ્ક. યોગ ગુરુ રામદેવે જાહેર કર્યું છે કે પતંજલિ સમૂહ પરિધાન ક્ષેત્રના દરવાજા ખખડાવશે અને સ્વદેશી જીન્સ આ વર્ષના અંત કે આવતા વર્ષે બજારમાં રજૂ કરશે. રામદેવે સ્વદેશી જીન્સ બજારમાં ઉતારવાની જાહેરાત કરતાની સાથે જ લોકોએ અનુમાન લગાવવાનું શરુ કરી દીધું કે આ જીન્સ કેવું હશે? લોકો મોર્ફે કરેલી તસવીરો પણ શેર કરી રહ્યા છે. જીન્સની મજાકની સાથે સાથે યુઝર્સ રામદેવને બીજી સ્વદેશી પ્રોડક્ટસ બનાવવાની પણ સલાહ આપી રહ્યા છે. એક યુઝરે ટિપ્પણી કરતા લખ્યું કે, ‘બાબા તમને ઈમરજન્સીમાં ભાગવા માટે તો સલવાર જ કામમાં આવશે.’
વિદેશી બ્રાન્ડ સામે ટક્કર લેશે સ્વદેશી જીન્સ - રામદેવ
- બાબા રામદેવે કહ્યું હતું કે, યુવાનો તરફથી મોટી સંખ્યામાં માંગ ઊભી થઈ છે તેના કારણે પતંજલિએ વિદેશી બ્રાન્ડ સામે ટક્કર લેવા સ્વદેશી જીન્સ બજારમાં લાવવાનો નિર્ણય કર્યો છે.
- તેઓએ એમ પણ કહ્યું કે, સમૂહ રોજિંદી વસ્તુઓના ઉત્પાદનની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં શક્યતાઓ શોધવા તૈયાર છે અને ભવિષ્યમાં પાકિસ્તાન તથા અફઘાનિસ્તાનના બજારમાં પણ પ્રવેશ કરશે.
- રામદેવે કહ્યું, અમે પહેલાથી જ નેપાળ અને બાંગ્લાદેશમાં યુનિટ્સ શરૂ કર્યા છે અને અમારા ઉત્પાદનો પશ્ચિમ એશિયા પહોંચી ચૂક્યા છે તથા સાઉદી અરેબિયા સહિત કેટલાક દેશોમાં લોકપ્રિય પણ થયા છે.
પાકિસ્તાનથી લઈ અફઘાનિસ્તાનમાં ફેલાશે પતંજલિનું માર્કેટ
- રામદેવે કહ્યું કે, આપણે ગરીબ દેશો પર ધ્યાન આપવું જોઈએ કારણ કે તે દેશો દ્વારા થયેલો લાભનો ઉપયોગ ત્યાંના વિકાસ કાર્યોમાં કરવામાં આવશે.
- રામદેવે કહ્યું કે, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં પ્રવેશ હાલની રાજકીય સ્થિતિ પર નિર્ભર કરશે.
- જો સ્થિતિ રાજકીય રીતે અનુકૂળ રહેશે તો ત્યાં યુનિટ્સ શરૂ કરવામાં આવશે. તેઓએ કહ્યું કે કંપની પ્રોડક્ટસ કેનેડા સુધી પહોંચી રહ્યા છે.
- રામદેવે કહ્યું કે, સમૂહ અઝરબૈજાનમાં પણ પ્રવેશ કરી ચૂક્યું છે જ્યાં 90% વસતી મુસ્લિમ છે અને એક પ્રમુખ ઉદ્યોગપતિએ પતંજલિ પ્રોડક્ટસમાં રસ બતાવ્યો છે. તેઓએ કહ્યું કે વસ્ત્રોની સાથે રિફાઈન્ડ ખાદ્ય તેલ પણ આ વર્ષે રજૂ કરવામાં આવશે.
જીન્સ પ્રોડક્શન માટે નાગપુરમાં 1000 કરોડના ખર્ચે સ્થપાશે યુનિટ
- જીન્સના ઉત્પાદન માટે બાબા રામદેવે કહ્યું કે, પતંજલિ સમૂહ નાગપુરના મિહાનમાં 40 લાખ વર્ગ ફૂટ ક્ષેત્રમાં પોતાનું સૌથી મોટું યુનિટ લગાવી રહ્યું છે, જે તેમની હરિદ્વારમાં આવેલા પહેલા યુનિટ કરતા પણ મોટું હશે.
- નાગપુરમાં કુલ રોકાણ 1000 કરોડ રૂપિયા કરવામાં આવશે અને તેના કારણે મહારાષ્ટ્રમાં 10,000થી 15,000 યુવાનોને રોજગારી મળવાની શક્યતા છે.
- તેઓએ કહ્યું કે સેઝ પાસે એક પ્રોડક્શન યુનિટ લગાવવામાં આવશે. કારણ કે નાગપુર સારા સંપર્ક ઊભા કરે છે. પતંજલિ મધ્યપ્રદેશ, આસામ, જમ્મુ-કાશ્મીર, ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ તથા કર્ણાટકમાં મોટા યુનિટ્સ શરૂ કરવાની પ્રક્રિયામાં છે.
બાબા રામદેવના સ્વદેશી જીન્સ પર ટ્વિટર યુઝર્સે કંઈક આવી રીતે ઉડાવી મજાક
- રણવીર સિંહ દલાલ @ranveersd દ્વારા કરેલા ટ્વીટમાં બાબા રામદેવને અભિનંદન આપતા ટિપ્પણી કરવામાં આવી છે કે, દેશી જીન્સ લોન્ચ કરવાની વાત ખૂબ જ સારી છે પરંતુ ઈમરજન્સીમાં ભાગતી વખતે તમને માત્ર સલવાર જ કામ આવશે. ઉલ્લેખનીય છે કે, આ કોમેન્ટ રામદેવ જ્યારે અણ્ણા હજારેની સભામાંથી પોલીસથી બચવા ભાગ્યા હતા ત્યારે સલવાર પહેરીને વેશ બદલીને ભાગ્યા હતા તેના સંદર્ભમાં કર્યો હતો.
- ગૌતમ ત્રિવેદી @Gotham3નામના ટ્વીટર યુઝરે બાબા રામદેવને સૂચન માટે હર્બલ પ્રોડક્ટસ કેવી હોવી જોઈએ તેની લાંબી યાદી ટ્વીટર પર શેર કરી છે જે ખૂબ જ ક્રિએટિવ પણ છે.
- કેટલાક યુઝર્સે પતંજલિ જીન્સ કેવું દેખાશે તેની કલ્પના કરીને તેની તસવીરો શેર કરી હતી.
સ્વદેશી જીન્સને લઈને ટ્વીટર યુઝર્સે બાબા રામદેવને કેવા કર્યા સૂચનો અને શું ઉડી મજાક તે જાણવા આગળની સ્લાઈડ્સ ક્લીક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો