પાસપોર્ટ ફી વધારીને ૧પ૦૦, તત્કાલનો દર ૩પ૦૦ કરાયો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરકારે પાસપોર્ટ ફીમાં વધારો કર્યો છે. જે પહેલી ઓક્ટોબરથી અમલી બનશે. સામાન્ય કેટેગરીમાં આવતાં પાસપોર્ટ અને તેને સંબંધિત સેવાઓ માટેનો દર ૧૦૦૦થી વધારીને ૧પ૦૦કરવામાં આવ્યો છે. જ્યારે તત્કાલ કેટેગરી હેઠળ આ દર ૨પ૦૦થી વધારી ૩પ૦૦ કરવામાં આવ્યો છે. પાસપોર્ટ અને તેને સંલગ્ન સેવાઓના દર છેલ્લે માર્ચ ૨૯, ૨૦૦૨ના રોજ નક્કી કરવામાં આવ્યા હતા. વિદેશમાં વસતા ભારતીય નાગરીકો માટે સુધારેલી પાસપોર્ટ ફી ૪૦ ડોલરથી વધારીને ૭પ અને ૪૮ યુરોથી વધારીને ૬૦ યુરો કરવામાં આવી છે.