સ્લીપર અને AC ક્લાસમાં સફર કરનારાંઓ માટે આવ્યાં રાહતજનક સમાચાર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તમામ ઝોન્સને રેલવે મંત્રાલય દ્વારા મોકલી દેવાયાં નિર્દેશ

રેલવેમાં સ્લીપર અને એસી શ્રેણીમાં ભાડામાં રૂ. દસથી રૂ. 100 સુધીનો લાભ થઈ જશે. રેલવે દ્વારા ભાડાંની નવી યાદીમાં રિઝર્વેશન શ્રેણીની ટિકિટમાંથી ડેવલપમેન્ટ ચાર્જ સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે, જેનો સીધો લાભ પ્રવાસીઓને મળશે.

અગાઉ સામાન્ય શ્રેણીમાં મુસાફરોને બાદ કરતાં અન્ય તમામ શ્રેણીઓમાં વિકાસ શુલ્કની વસૂલાત કરવામાં આવતી હતી. તા. 22મી જાન્યુઆરી પછી વધેલાં ભાડાં પછી રેલવે મંત્રાલય દ્વારા રેલવે ઝોનોને મોકલવામાં આવેલ ભાડા યાદીમાંથી વિકાસ શુલ્કની કોલમ હટાવી દેવામાં આવી છે. આને કારણે સૌથી વધુ લાભ ફર્સ્ટ ક્લાસમાં મુસાફરી કરતાં પેસેન્જરોને થશે.

આ શ્રેણીમાં પાંચસો કિલોમીટર સુધીની યાત્રા માટે રૂ. 50, આથી વધુ અંતર માટે રૂ. 100નો વિકાસ ચાર્જ વસૂલવામાં આવતો હતો. આવી જ રીતે માસિક અને ત્રિમાસિક સિઝન પરથી પણ વિકાસ શુલ્ક હટાવી દેવયો છે. અગાઉ એમએસટીમાં રૂ. દસ અને ત્રિમાસિક રૂ. 30ની વિકાસ શુલ્ક તરીકે વસૂલાત થતી.
જયપુરના ડીઆરએમ વીરેન્દ્ર કુમારનાં કહેવા પ્રમાણે, "લોકોની સુવિધા માટે રેલવેએ ભાડામાંથી વિકાસ શુલ્ક બાદ કરી દીધું છે. હવે, રિઝર્વ્ડ ટિકિટમાં લાગતો વિકાસ કર યાત્રિકો પાસેથી વસુલવામાં નહીં આવે."