તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપણા હુમલાથી ગભરાયેલા PAKએ કાર્યવાહી રોકવા કહ્યું, 2 દિવસથી ફાયરિંગ બંધઃ પારિકર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પણજી. ડિફેન્સ મિનિસ્ટર મનોહર પારિકરે શુક્રવારે ગોવા નજીક એક રેલીમાં કહ્યું, ‘છેલ્લાં બે દિવસથી સીમા પારથી થઈ રહેલું ફાયરિંગ બંધ થઈ ગયું છે. કારણકે હવે દુશ્મનો સમજી ગયા છે કે તેમને જડબાતોડ જવાબ મળશે.’ તેમણે કહ્યું કે, સર્જિક્લ સ્ટ્રાઈક બાદ સતત સીમા પારથી હુમલા થઈ રહ્યા હતા, જેનો ઈન્ડિયન આર્મીએ જોરદાર જવાબ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે 29 સપ્ટેમ્બરે થયેલી સર્જિકલ સ્ટ્રાઈક બાદ પાકિસ્તાન 300થી વધુ વખત સીઝફાયર વાયોલેશન કરી ચૂક્યું છે.
આપણે કહ્યું, પહેલાં ગોળીબાર બંધ કરો
- મનોહર પારિકરે ભારત-પાકિસ્તાન વચ્ચે ડીજીએમઓ લેવલની વાતનો ઉલ્લેખ કરીને કહ્યું, એક દિવસ પહેલાં પાકિસ્તાનથી ફોન આવ્યો હતો અને તેઓ રિકવેસ્ટ કરી રહ્યા હતા કે તેમના પર ભારત તરફથી ગોળીબાર ન કરવામાં આવે.
- અમે તેમને કહ્યું કે અમને જવાબી કાર્યવાહી રોકવામાં કોઈ મુશ્કેલી નથી, કારણકે આ બધું અમને પણ સારું લાગતું નથી, પરંતુ પહેલા સીમા પારથી થનારું ફાયરિંગ બંધ થવું જોઈએ. છેલ્લાં બે દિવસથી સીમા પર કોઈ ગોળીબાર થયો નથી.
અન્ય સમાચારો પણ છે...