તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આગામી સત્રમાં GST બિલ પસાર કરવામાં મદદ કરે વિપક્ષ : મોદીની અપીલ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હી : સંસદના ચોમાસા સત્ર પહેલા રવિવારે ઓલ પાર્ટી મીટિંગ થઈ હતી. ભાજપે આશા વ્યક્ત કરી છે કે, ચોમાસું સત્રમાં જીએસટી બિલ પસાર થઈ જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ માટે પરસ્પરના મતભેદોને ભૂલવા આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું કે, 'દેશના હિતને અન્ય વસ્તુઓથી ઉપર રાખો.' બીજી બાજુ, કોંગ્રેસે અણસાર આપ્યા છેકે, તે આવતાં સત્રમાં એનએસજીમાં ભારતને મળેલી પછડાટ તથા કાશ્મીરમાં ચાલી રહેલી હિંસા જેવા મુદ્દા ઉઠવશે. કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે કહ્યું, 'કોંગ્રેસ બીલ પાસ કરાવવા માટે રોડા નહીં નાખે, મેરિટના આધારે જ તેમનું સમર્થન કરશે.' સંસદમાં સોમવારથી ચોમાસા સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે અને મોદી સરકાર આ દરમિયાન જીએસટી સહિત અનેક પડતર બિલ્સ પાસ કરાવવા માંગે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીજું શું કહ્યું?

- ઓલ પાર્ટી મીટિંગ લોકસભા સ્પીકર સુમિત્રા મહાજન તરફથી બોલાવવામાં આવી હતી.
- મીટિંગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, 'જીએસટી દેશનો મહત્વનો મુદ્દો છે. મુદ્દો એ છે કે કઈ સરકારને તેની ક્રેડિટ મળશે. મહત્વનું એ છે કે, ચોમાસા સત્રમાં જીએસટી સહિત તમામ જરૂર બિર રજૂ કરવામાં આવે અને તેના પર અર્થપૂર્ણ ચર્ચાઓ થાય અને પરિણામો સામે આવે.'
- 'અમે તમામ જનતા અને દળો રજૂ કરીએ છીએ, એટલા માટે દેશના હિતને અન્ય વસ્તુથી ઉપર રાખો.'
- સૂત્રો પ્રમાણે મોદીએ કાશ્મીર મુદ્દા પર એક સૂરમાં બોલનાર તમામ પાર્ટીઓનો આભાર માન્યો હતો.
- મીટિંગમાં સમાજવાદી પાર્ટી નેતા નરેશ અગ્રવાલે જીએસટી બિલ પર સરકારનું સમર્થન કરવાની વાત કહી હતી.
- સીનિયર બીજેપી નેતા વેંકૈયા નાયડૂએ કહ્યું કે, 'મોટાભાગના રાજ્યો જીએસટી બિલની તરફેણમાં છે, કોઈ પણ પાર્ટીએ તેનો વિરોધ નથી કર્યો, અમને વિશ્વસ છે કે, આ બિલ પાસ થશે.'
કોણ કોણ રહ્યું હાજર?

- મહાજને મીટિંગમાં તમામ પાર્ટીઓને સંસદ ચલાવવામાં મદદની અપીલ કરી છે. સત્ર 12 ઓગસ્ટ સુધી ચાલશે.
- લોકસભા સ્પીકર સુમિત્રા મહાજન તરફથી બોલાવવામાં આવેલી મીટિંગમાં ઘણાએ ભાગ લીધો હતો.
- મીટિંગમાં સંજય રાવત, ડી રાજા, સતીશ ચંદ્ર મિશ્રા, ડીપી ત્રિપાઠી, ચિરાગ પાસવાન, સીતારમ યેચુરી અને અન્યએ ભાગ લીધો હતો.
- અરુણ જેટલી, અનંત કુમાર, રાજનાથ સિંહ, એમએ નકવી, જીએન આઝાદ, મલ્લિકાર્જુન ખડગે, જ્યોતિરાદિત્ય સિંધિયા પણ મીટિંગમાં હાજર રહ્યા હતા.
16 બિલ રજૂ કરશે સરકાર

- સંસદીય મામલાના મંત્રી અનંત કુમારે કહ્યું કે, 'કોંગ્રેસે મેરિટના આધારે બિલ્સનું સમર્થન કરવાનો વિશ્વસ આપ્યો છે. આ સેશનમાં સરકાર 16 બિલ્સ રજૂ કરશે.'
- 'ઓલ પાર્ટી મીટિંગથી તમામ દળોએ જીએસટી બિલ પર ચર્ચા કરી. અમે તેના પર સંમતિ બનાવવાનો પ્રયાસ કર્યો છે.'
- વેંકૈયા નાયડૂએ કહ્યું કે, 'જીએસટી બિલને બહુમત કરતા સર્વસંમતિથી પાસ કરાવવું જોઈએ. જો આ સંમતિથી પાસ થશે તો તે દેશ માટે સારું હશે.'
કોંગ્રેસેનું શું કહેવું છે?

- રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા ગુલામ નબિ આઝાદે કહ્યું કે, 'કોંગ્રેસ દેશ, જન અને વિકાસ હિતમાં દરેક બિલ્સનું સમર્થન કરશે.'
- જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે, 'અમે જીએસટી પર સરકાર તરફથી એક કોન્ક્રીટ ડ્રાફ્ટ પ્રપોઝલ ઈચ્છીએ છીએ. અમે જોઈશું કે 3 વિવાદિત મુદ્દા પર તેમનું(સરકાર) શું કહેવું છે.'
- આ અગાઉ શનિવારે સોનિયા અને રાહુલે પાર્ટી નેતાઓ સાથે મીટિંગ કરીને જીએસટી સહિતના તમામ મહત્વના મુદ્દા પર કોંગ્રેસની સ્ટ્રેટેજી તૈયાર કરી હતી.
- મીટિંગમાં આઝાદ, સિંધિયા અને આનંદ શર્મા સિવાય અન્ય સિનિયર લીડર્સે પણ ભાગ લીધો હતો.
આ છે મહત્વના બિલો

- સરકારની યોજના 18 જુલાઈથી શરૂ થતા ચોમાસા સત્રમાં જીએસટી બિલને રાજ્યસભામાં બંધારણીય સુધારા માટે રાખવાની છે.
- અન્ય મહત્વના બિલ્સમાં કન્ઝ્યુમર પ્રોટેક્શન બિલ 2015, અનામિક વ્યવહારો (પ્રતિબંધ) સુધારા બિલ 2015, લોક પાલ એન્ડ લોકાયુક્ત અને અધર રિલેટેડડ લો(સુધારા બિલ) સામેલ છે.
- બીજી તરફ, વિપક્ષે ચોમાસા સત્રમાં અરુણાચલ, એનએસજી અને કાશ્મીર હિંસાના મુદ્દે સરકારને ઘેરવાની પણ યોજના બનાવી છે.
વિપક્ષોના મુખ્ય મુદ્દાઓ

- ઉત્તરાખંડ-અરુણાચલમાં રાજ્યપાલો મારફતે સરકાર ઊથલાવવા
- એનએસજીનું સભ્યપદ મેળવવામાં મળેલી નિષ્ફળતા.
- કાશ્મીરમાં 10 દિવસથી ચાલી રહેલી હિંસા અને વિરોધ પ્રદર્શનો.
- ખેડૂતો ઉપર વધી રહેલું દેવું અને કૃષિ ક્ષેત્રની બગડતી સ્થિતિ.
- દાળ સહિત જરૂરી વસ્તુઓના ભાવમાં થઈ રહેલો તીવ્ર વધારો.
સંસદમાં 56 બિલ પડતર

- 18 જુલાઈથી 12 ઓગસ્ટ ચોમાસું સત્ર ચાલશે, 20 બેઠકો થશે
- સરકારે સંસદમાં 16 બિલ રજૂ કરવા દરખાસ્ત મૂકી છે
- 3 બિલ વટહુકમની જગ્યા લેવા માટે રજૂ કરાશે
- 56 બિલ પડતર છે, 11 લોકસભા અને 45 રાજ્યસભામાં
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો