તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

GST બિલ પાસ થવાની શક્યતા વધી, રાજ્યસભામાં પાંચ કલાક થશે ચર્ચા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હી: ચોમાસુ સત્રમાં જીએસટી બિલ પાસ થશે તેવી શક્યતા વધી ગઈ છે. કારણકે સેશન શરૂ થતા પહેલાં જ કોંગ્રેસ અને બીજેપી વચ્ચે આ વિશે થયેલી ચર્ચા ઘણી સકારાત્મક રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટૂંક સમયમાં જ છેલ્લાં કેટલાક સમયથી પેન્ડિંગ જીએસટી બિલ પર રાજ્ય સભામાં ચર્ચા કરવામાં આવશે. પાર્લામેન્ટ્રી અફેર્સ મિનિસ્ટ્રી આ વિશે પાંચ કલાક ચર્ચા કરવા તૈયાર છે. જોકે હજુ સુધી કોઈ તારીખ નક્કી કરવામાં નથી આવી કે રાજ્યસભામાં આ મુદ્દે ક્યારે ચર્ચા કરવામાં આવશે. પીએમએ પણ દરેક રિજનલ પાર્ટીની આ મુદ્દે સલાહ લેવાની સુચના આપી છે.આ મામલે નાણામંત્રી અરુણ જેટલીએ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે ચર્ચા કરી હતી અને આ વિકએન્ડમાં આંધ્રપ્રદેશ તેમજ તેલંગાણાના નેતાઓને મળે તેવી શક્યતા છે. સરકારે જીએસટીમ રાજ્યસભામાં પાંચ કલાક ચર્ચા કરવાની તૈયારી દર્શાવી છે. સીપીએમ નેતા સીતારામ યેચુરીએ કહ્યું કે, આ બિલ વિશે હજુ અન્ય ચર્ચા જરૂરી છે. દરમિયાન અરુણ જેટલીએ કહ્યું હતું કે જીએસટી બિલ જેટલું વહેલું પસાર થશે એટલો રાજ્યોને વધુ ફાયદો થશે. તેનાથી રાજ્યોને સર્વિસ ટેક્સમાં હિસ્સો મળવા લાગશે જે 14માં નાણાપંચમાં જોગવાઈ નથી. રાજ્યોનો હિસ્સો 42 ટકાથી વધારીને 50 ટકા કરવા અંગે પુછાતા તેમણે કહ્યું હતું કે વર્ષ 2020 સુધી વર્તમાન સ્થિતિ યથાવત રહેશે.
શું કહ્યું વડાપ્રધાને?

- જીએસટી બિલ પર કોંગ્રેસ તરફથી હકારાત્મક સંકેત મળ્યા પછી નરેન્દ્ર મોદીએ બીજેપી પાર્લામેન્ટ્રી પાર્ટી એક્ઝિક્યુટીવને પણ દરેક પાર્ટી સાથે સહમતી માટે વાત કરવા કહ્યું છે.
- સોમવારે રાજ્યસભામાં અન્ય પાર્ટીના રાજ્યસભાના સાંસદો દ્વારા કરવામાં આવેલી આકરી કોમેન્ટેસ પછી વડાપ્રધાને પાર્ટી એક્ઝિક્યુટીવને આ સુચન આપ્યું છે.
- આ પહેલાં સપા સાંસદ નરેશ અગ્રવાલે કહ્યું હતું કે, જીએસટી બિલ કોંગ્રેસ અને બીજેપી વચ્ચેનો જ મુદ્દો હોય તેવુ લાગે છે. તેમાં અન્ય પાર્ટીનો કોઈ રોલ જ નથી. જો આવુ થશે તો અમે સંસદ નહીં ચાલવા દઈએ.
- સીપીએમ નેતા સીતારામ યેચુરીએ કહ્યું કે, આ બિલ વિશે હજુ અન્ય ચર્ચા જરૂરી છે.
રાજ્યસભામાં થશે પાંચ કલાક ચર્ચા

- રાજ્યસભામાં પાંચ કલાક ચર્ચા થવાના સંકેત મળતા એવુ લાગે છે કે હવે બીજેપી અને કોંગ્રેસ વચ્ચે અમુક મુદ્દે સહમતી બની ગઈ છે.
- આ બિલ વિશે કોંગ્રેસે ત્રણ મુદ્દે વિરોધ કર્યો છે. 1) પહેલો- બિલમાં પ્રપોઝ ટેક્સ રેટ પર 18 ટકા કેપ લેવામાં આવે . 2) બીજો- એક ટકાના પ્રપોઝ્ડ ઈન્ટર-સ્ટેટ ટેક્સ હટાવવો જોઈએ. 3) ત્રીજો- પાંચ વર્ષના રેવન્યુ લોસ્ટ માટે રાજ્યોને 100 ટકા વળતર આપવું જોઈએ.
- હવે એવુ લાગે છે કે આ મુદ્દાઓ વિશે કોઈ વચલો રસ્તો નીકળ્યો છે.
- નોંધનીય છે કે, ફાઈનાન્સ મિનિસ્ટરે છેલ્લાં બે વર્ષોમાં આ બિલ વિશે કોંગ્રેસ નેતાઓ સાથે ઘણી વાર મીટિંગ કરી છે.
શું કહે છે કોંગ્રેસ

- કોંગ્રેસના પ્રવક્તા આનંદ શર્માએ સોમવારે જણાવ્યું છે કે, કોંગ્રેસ જીએસટીના દરની એક લિમિટ નક્કી કરવાની વાતને મહત્વ આપ્યું છે.
- અમે આ વિશે બહુ જ સ્પષ્ટ છીએ કે જીએસટીના રેટમાં કોઈ ફેરફાર ન કરવા જોઈએ.
શું છે જીએસટી?

- GST લાગુ થતાં જ કેન્દ્રને મળતી એક્સાઈઝ ડ્યૂટી, સર્વિસ ટેક્સ પૂરા થવા જોઈએ.
- રાજ્યોને મળતા વેટ, મનોરંજન ટેક્સ, લક્ઝુરિયસ ટેક્સ, લોટરી ટેક્સ, એન્ટ્રી ટેક્સ વગેરે પણ પૂરા થવા જોઈએ.
- જોકે પેટ્રોલ, ડિઝલ, કેરોસીન, રસોઈ ગેસ પર અલગ અલગ રાજ્યો જે ટેક્સ લે છે તે હજુ અમુક વર્ષો સુધી ચાલુ રાખવા જોઈએ.
- આ ટેક્સથી સમગ્ર દેશમાં એક પ્રોડક્ટની કિંમત એક સરખી જ રહેશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો