• Gujarati News
  • Panchayat Gag Order On Husband Wife Making Them Brother Sister

પંચાયતનાં ફરમાને પતિ-પત્નીને બનાવી દીધા ભાઈબહેન !

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભટિંડાની ઘટના તાજી જ છે
એક જ ગોત્રનાં હતા છોકરો-છોકરી

હરિયાણામાં વધુ એક દંપત્તિએ પંચાયતનાં ફરમાનનું ભોગ બનવું પડ્યું હતું. રવિવારે એક યુગલે લગ્ન કરીને દામ્પત્ય જીવન શરૂ કર્યું હતું, અને પંચાયતે મંગળવારે તેને ભાઈબહેન બનાવી દીધા હતા.

હરિયાણાના સોનિપત જિલ્લાના ગોહના વિસ્તારના જોલી ગામ ખાતે પંચાયતે એક નવવિવાહિત દંપત્તિને અલગ-અલગ રહેવાનો આદેશ કર્યો છે. આથી, તેમના લગ્ન તૂટી ગયાછે, છોકરી પિયર પરત જતી રહી છે અને શુકનનનાં આપલે પરત કરી દેવાયા છે.

જૌલી ગામમાં રહેતા ખ્યાલી રામના પુત્ર અનિલના લગ્ન ઉમ્મેદગઢમાં સબ્રવાલ ગૌત્રની છોકરી સાથે થયા હતા. અનિલનું ગોત્ર મેહરા છે, આથી બધું બરાબર હતું. ગામમાં સબ્રવાલ ગોત્રનાં લોકો પણ રહે છે. તપાસ કરતાં માલૂમ પડ્યું હતું કે, છોકરી તેમના ગોત્રની છે. આથી મામલો બગડી ગયો હતો. ગ્રામજનોએ છોકરીના પિતા,કાકા, અને મામાને ગામમાં બોલાવ્યા હતા. અહીં પંચાયત ભરાઈ હતી. જેમાં છોકરા-છોકરીનાં પરિવારજનો ઉપરાંત બંને ગોત્રનાં પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા. અંતે એવું ઠેરવવામાં આવ્યું હતું કે, આ લગ્ન અયોગ્ય છે.

પતિ-પત્નીએ એકબીજાને ભાઈ-બહેન તરીકે સ્વીકાર કરવા. તમામ સામાન એકબીજાને પરત કરી દેવાયો હતો. ત્રણેક દિવસ પહેલા ભટિંડામાં પણ આવી જ ઘટના ઘટી હતી. પોલીસનાં કહેવા પ્રમાણે, જો તેમની પાસ મદદ માંગવામાં આવશે તો તેઓ ચોક્કસપણે સહાય કરશે. બીજી બાજુ, જૌલી ગામના સરપંચ રતનસિંહના કહેવા પ્રમાણે, ગામનાં ગોત્રમાં લગ્ન ન થઈ શકે, તો ભાઈચારો બગડે છે. આથી લગ્ન રદ્દ કરી દેવાયાં છે.