તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Pakud Districts SP Killed In Maoist Attack, Last Rituals Performed With Guard Of Honour

નક્સલી હુમલામાં શહીદ થયેલા એસપીની અંતિમયાત્રા, લોકોએ આપી અશ્રુભિની શ્રદ્ધાંજલિ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

માઓવાદી હુમલામાં મંગળવારે શહીદ થયેલા પાકુર જિલ્લાના એસપી અમરજીત બલિહારના અંતિમ સંસ્કાર બુધવારે કાંટાટોલી સ્થિત કબ્રસ્તાનમાં કરવામાં આવ્યા હતા. અગાઉ ડોરંડા ખાતેના જૈપ ગ્રાઉન્ડમાં તેમને અંતિમ સલામી આપવામાં આવી હતી. ત્યારબાદ રાજ્યપાલ ડો. સૈયર અહમદ, તેમના સલાહકાર મધુકર ગુપ્તા તેમજ આનંદ શંકરે શહીદ એસપીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ વખતે મુખ્ય સચિવ આરએસ શર્મા તેમજ ડીજીપી રાજીવ કુમાર ઉપરાંત અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત હતા. ત્યારબાદ ત્યાંથી ખુલ્લા વાહનમાં શહીદ એસપીની અંતિમયાત્રા નિકળી હતી.

એસપીની અંતિમયાત્રા અને શ્રદ્ધાંજલિની તસવીરો જોવા સ્લાઈડ આગળ બદલો...

તસવીરઃ માણેક બોસ