તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખુશીમાં પાકિસ્તાન આપણાથી આગળ; ભારતનું સ્થાન 4 ક્રમ ઘટીને 122મા ક્રમે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્રએ 2017 માટે વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ જાહેર કર્યો છે. તે અનુસાર ખુશી મામલે પાકિસ્તાન સતત બીજા વર્ષે આપણાથી આગળ છે. ભારત 155 દેશોની યાદીમાં અગાઉ કરતા 4 સ્થાન પાછળ સરકીને 122મા ક્રમે આવ્યું છે. પાકિસ્તાન 12 ક્રમ આગળ વધ્યું છે. 3 વર્ષથી આ યાદીમાં ટોચે રહેલા ડેનમાર્કને પાછળ છોડીને નોર્વે સૌથી ખુશ દેશ બન્યો છે. સોશિયલ સપોર્ટ અને ભ્રષ્ટાચારમાં ઘટાડાના કારણે નોર્વેને સૌથી વધુ સ્કોર મળ્યા છે. રિપોર્ટમાં તમામ દેશોને તેમને ત્યાં પારસ્પરિક વિશ્વાસ અને મદદ, સમાનતા તેમજ લોકોનું જીવનસ્તર ઉંચુ લાવવા માટે કામ કરવાની સલાહ આપવામાં આવી છે.
 
આ માપદંડોના આધારે રેન્કિંગ થયું
 
વ્યક્તિ દીઠ જીડીપી, સ્વસ્થ જીવન રેશિયો, સ્વતંત્રતા, ઉદારતા, સામાજિક સમર્થન અને સરકાર કે વ્યાપારમાં ભ્રષ્ટાચારની સ્થિતિ. આ માપદંડોના આધારે દેશોને શૂન્યથી 10 સુધી ગુણ અપાયા છે.
 
ભૂતાન પણ પાક.થી પાછળ
 
ભૂતાનના હેપ્પીનેસ ઈન્ડેક્સને દુનિયા અપનાવી રહી છે પણ આ વખતે પાકિસ્તાને તેને પણ પાછળ રાખ્યું. ભારત અને પડોશી દેશોમાં માત્ર ચીન પાકિસ્તાનથી 1 ક્રમ આગળ છે. નેપાળ, બાંગ્લાદેશ, શ્રીલંકા પણ ભારતથી આગળ છે.
 
ખુશીમાં આપણે પડોશીઓથી પાછળ
 
ચીન--------------79
પાકિસ્તાન--------80
ભૂતાન-----------97
નેપાળ-----------99
બાંગ્લાદેશ-------110
શ્રીલંકા----------120
ભારત----------122
 
આગળ વાંચોઃ ટ્રમ્પની નીતિઓથી અમેરિકામાં સ્થિતિ બગડી- રિપોર્ટ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો