પાક. મહિલા સુષ્મા માટે થઈ ભાવુક, કહ્યું- \'કાશ તમે અમારા પીએમ હોત\'

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી: વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ ટ્વિટર દ્વારા વિઝા મામલે દેશ અને વિદેશમાં રહેતા લોકોને મદદ કરવા માટે ખૂબ જાણીતા છે. તેમની આજ મદદના કારણે એક પાકિસ્તાની મહિલાએ તેમનો આભાર માનતા એવું ટ્વિટ કર્યું હતું કે, 'અમારા તરફથી તમને ખૂબ આદર અને અનહદ પ્રેમ. જો તમે અમારા દેશના વડાંપ્રધાન હોત તો અમારો દેશ ક્યારનો બદલાઈ ચૂક્યો હોત.' હિજાબ આસિફ નામની આ મહિલાને સુષ્મા સ્વરાજની મદદના કારણે તેમના દીકરાનો ઈલાજ ભારતમાં કરાવવાની મંજૂરી મળી છે.
 
ભાવુક થયેલી આ મહિલાએ સુષ્મા સ્વરાજને ટેગ કરીને એવું પણ લખ્યું છે કે, સુષ્મા સ્વરાજ હું તમને શું કહું? સુપર વુમન? કે ભગવાન? તમારી ઉદારતાનું વર્ણન કરવા માટે મારી પાસે કોઈ શબ્દો નથી. તમને મારો ખૂબ બધો પ્રેમ. તમારા વખાણ કરવામાં હું મારા આસુંઓને રોકી નથી શકતી.... એક ટ્વિટમાં હિજાબે એવું પણ લખ્યું છે કે, મારુ દિલ તમારી સાથે જોડાયેલું છે અને તે તમારા માટે જ ધડકે છે. અહીંથી તમારા માટે ખૂબ જ પ્રેમ અને સન્માન. કાશ, તમે અમારા વડાપ્રધાન હોત.
 
નહતો મળ્યો મંજૂરી પત્ર
 
હિજાબે વિદેશ મંત્રીને દખલગીરી દેવાની અપીલ કરી તે પછી સુષ્મા સ્વરાજે પાકિસ્તાનમાં ભારતીય એમ્બેસેડર ગૌતમ બમ્બાવાલાને આદેશ આપ્યો હતો કે, આમને ભારતીય વિઝા આપવામાં આવે. નોંધનીય છે કે, થોડા દિવસ પહેલાં સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે, પાકિસ્તાની નાગરિકોને ભારત ઈલાજ માટે આવવા માટે વિઝા એપ્લિકેશનની સાથે પાકિસ્તાની વડાપ્રધાન નવાઝ શરીફના વિદેશી સલાહકાર સરતાઝ અઝીઝનો એક મંજૂરી પત્ર જોઈશે. પરંતુ આસીફને તે મંજૂરી પત્ર આપવામાં આવ્યો નહતો. તેથી તેણે સુષ્મા સ્વરાજની મદદ માગી હતી.  સ્વરાજને એ વાતનું પણ આશ્ચર્ય થયું હતું કે, સરતાજ અઝીઝએ હિજાબને મંજૂરી પત્ર આપવાની ના પાડી દીધી હતી. 
 
હિજાબે શું કરી હતી ટ્વિટ
 
પાકિસ્તાની નાગરિક હિજાબ આસિફે સુષ્મા સ્વરાજને તેના દીકરાનો ઈલાજ કરાવવાની માગણી કરી હતી. ત્યારપછી સુષ્માએ હાઈ કમિશનને હિજાબની મદદ કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારપછી હાઈ કમિશને ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, અમે હિજાબના સંપર્કમાં જ છે અને તેમની અરજી ઉપર કામ કરી રહ્યા છીએ.
 
હિજાબે ટ્વિટ કરીને લખ્યું હતું કે, ઈસ્લામાબાદમાં DHC (ડેપ્યૂટી હાઈ કમિશન)નો સંપર્ક કર્યા પછી ખબર પડી કે બધુ જ તમારા હાથમાં છે. જો તમે મંજૂરી આપશો તો અમને સારવાર મળશે. તેણે ટ્વિટમાં લખ્યું હતું કે, દર્દીને લીવરની ગંભીર બીમારી છે અને તેને ભારતમાં સારવારની જરૂર છે.
 
આગળની સ્લાઈડમાં જુઓ પાકિસ્તાની નાગરિક અને સુષ્મા સ્વરાજની ટ્વિટ
 
અન્ય સમાચારો પણ છે...