તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પઠાણકોટ હુમલોઃ અજીત ડોભાલનું નિવેદન લઈ શકે છે PAKથી આવનારી SIT

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ જાન્યુઆરીમાં થયેલા પઠાણકોટ એરબેઝ કેસની પાકિસ્તાનમાં તપાસ કરી રહેલી એસઆઈટી આવતા મહિને ભારત આવી શકે છે. આ એસઆઈટી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલનું નિવેદન પણ રેકોર્ડ કરી શકે છે. પાકિસ્તાનમાં આ કેસની જે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે, તેમાં ડોભાલનું નામ ફરિયાદ કરનાર તરીકે નોંધાયેલ છે. એનએસએએ સોંપી હોવાની પાકિસ્તાનને જાણકારી...
- પાકિસ્તાને પંજાબ પ્રાંતમાં કાઉન્ટર ટેરેરિઝ્મ ડિપાર્ટમેન્ટની ખાસ ટીમ આ કેસની તપાસ કરી રહી છે.
- અંગ્રેજી અખબાર હિન્દુસ્તાન ટાઈમ્સ પ્રમાણે, ત્યાનાં ઓફિસરોનું કહેવું છે કે, ડોભાલે જ આ કેસની જાણકારી અને પુરાવા પાકિસ્તાનને આપ્યા હતા.
- આ માટે ફરિયાદ કરનાર તરીકે તેમનું સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવું જરૂરી છે.
- પાકિસ્તાનની એસઆઈટી માર્ચનાં બીજા સપ્તાહમાં ભારતનો પ્રવાસ કરી શકે છે.
ડોભાલ જ સૌથી મહત્વનાં સાક્ષી

- પાકિસ્તાની સૂત્રો પ્રમાણે, આ કેસમાં અજીત ડોભાલ જ મહત્વનાં સાક્ષી છે કેમ કે, તેમની જ પાસે આ કેસ સાથે જોડાયેલા ખાસ પુરાવા રહેલા છે.
- નોંધનીય છે કે, હુમલાનાં તરત જ પછી ડોભાલે પાકિસ્તાનમાં તેમના કાઉન્ટરપાર્ટ નસીર ખાન ઝંઝુઆ સાથે ફોન પર વાત કરી હતી. ડોભાલે જ તે ફોન નંબર ઝંઝુઆને જણાવ્યા જેના પર હુમલા પહેલા આતંકવાદીઓએ પાકિસ્તાનમાં વાત કરી હતી.
- આ મામલે બંન્ને દેશોની વચ્ચે પુરાવાની લેણદેણ થઈ છે.
- ભારતની હોમ અને એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટ્રીએ આ મામલે કંઈ પણ કેવા અંગે ઈન્કાર કર્યો છે.
ક્યારે થયો પઠાણકોટ હુમલો અને આ કેસમાં અત્યાર સુધી શું થયું?

- 2 જાન્યુઆરીની સવારે 6 પાકિસ્તાની આતંકવાદીઓએ પઠાણકોટ એરબેઝ પર હુમલો કર્યો. તેમાં 7 જવાનો શહીદ થયા.
- 36 કલાક એન્કાઉન્ટર અને ત્રણ દિવસ કોમ્બિંગ ઓપરેશન ચાલ્યું.
- હુમલાનો માસ્ટરમાઈન્ડ જૈશ-એ-મોહમ્મદનો ચીફ મૌલાના મસૂદ અઝહર છે.
- અઝહરને 1999માં કંધાર પ્લેન હાઈજેક કેસમાં પેસેન્જરોનાં બદલામાં છોડવામાં આવ્યો હતો.
- ભારતે આતંકવાદીઓની તેમના હેન્ડલર્સ સાથે વાતચીતની કોલ ડિટેલ અને તેને સંબંધિત મળેલા પાકિસ્તાનમાં બનેલા સામાનોનાં પુરાવા પાડોશી દેશને સોપ્યા છે.
- આ દરમિયાન, ભારત-પાકિસ્તાન ફોરેન સેક્રેટરી લેવલની 15 જાન્યુઆરીએ થનારી વાતચીત ટળી.
આગળની સ્લાઈડ્સમાં વાંચો, પાકિસ્તાને પહેલાવાર સ્વીકાર્યું પ્રોટેક્ટિવ કસ્ટડીમાં છે પઠાણકોટનો માસ્ટરમાઈન્ડ અઝહર...
અન્ય સમાચારો પણ છે...