તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Pak Girl Student Delegation Attends Global Peace Festival In India After Surgical Strike

તણાવ વચ્ચે પાકિસ્તાનથી આવી છોકરીઓ, કહ્યું શું ઈચ્છે છે તેમનો દેશ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચંદીગઢઃ PoKમાં ઈન્ડિયન આર્મીના સર્જિકલ સ્ટ્રાઈક બાદ ભલે બોર્ડર પર ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમા પર પહોંચી ગયો હોય, પરંતુ પડોશી દેશથી ભારત આવેલા સ્ટુડન્ટ્સને જોઈને આમ લાગતું નથી. પાકિસ્તાની સ્ટુડન્ટ્સનું એક ગ્રુપ આરામથી ચંદીગઢમાં ફરી રહ્યું છે. તેમને ભારતને આટલું નજીકથી જોવું ખૂબ પસંદ આવી રહ્યું છે.
ભારતને લઈને શું કહ્યું પાકિસ્તાની છોકરીઓએ
- ગ્રુપમાં સામેલ પાકિસ્તાની છોકરીઓએ ભાસ્કરને કહ્યું કે બંને દેશોના લોકો પરસ્સપર શાંતિ ઈચ્છે છે.
- ભારત તેમને ઘણું પસંદ આવી રહ્યું છે અને તેમને અપેક્ષાથી વધારે પ્યાર અને સન્માન મળી રહ્યું છે.
ક્યા કારણોથી ભારત આવ્યું છે પાકિસ્તાની સ્ટુડ્ન્ટ્સનું આ ગ્રુપ
- પાકિસ્તાની સ્ટુડન્ટ્સનું આ ગ્રુપ 11મા ગ્લોબલ યૂથ પીસ ફેસ્ટિવલમાં ભાગ લેવા ચંદીગઢ આવ્યું છે. ગુરુવારે આ ગ્રુપ અહીંયાની ગુરુકુલ ગ્લોબલ સ્કૂલમાં હતું.
- સ્કૂલમાં પહોંચ્યા બાદ પાકિસ્તાની સ્ટુડન્ટ્સના ડેલિગેશનનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પાકિસ્તાની સ્ટુડન્ટ્સને ભારતીય સ્ટુડન્ટ્સે રોટલીને કોળિયો ખવરાવીને શાંતિનો સંદેશ આપ્યો હતો.
ભારતીય સ્ટુડન્ટ્સે જાણ્યું પાકિસ્તાનનું કલ્ચર, પૂછવામાં આવ્યા આ સવાલ
Q. આટલા જાનવરોની કુરબાની (પાકિસ્તાનમાં) કેમ આપવામાં આવે છે?
પાકિસ્તાની સ્ટુડન્ટ્સઃ જે લોકોને ખાવાનું મળતું નથી તે લોકોમાં આ વહેંચવામાં આવે છે. ઈસ્લામમાં કુરબાનીની વાત કરવામાં આવી હોવાથી આમ કરવામાં આવે છે.
Q. શું પાકિસ્તાનમાં વેસ્ટર્ન ડ્રેસ પહેરવાની સ્વતંત્રતા છે?
પાકિસ્તાની સ્ટુડન્ટ્સઃ પાકિસ્તાનમાં તેની સ્વતંત્રતા છે, પરંતુ સલવાર-કમીઝ પારંપરિક પોશાક છે.
આગળની સ્લાઈડ્સમાં જૂઓ,ભારત આવેલા પાકિસ્તાની સ્ટુડન્ટ્સના ફોટા...
અન્ય સમાચારો પણ છે...