તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પદ્માવતી રિલીઝ થશે કે નહીં? પિટીશન પર સુપ્રીમ કરશે આજે સુનાવણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ફરિવાર પદ્માવતી વિવાદ વિશેની અરજી ફગાવી છે.પદ્માવતી ફિલ્મ વિશે શરૂ થયેલા વિવાદ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રીઓ અને નેતાઓ દ્વારા કરવામાં આવેલા નિવેદન વિશે સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે આજે સુનાવણી દરમિયાન નેતાઓને સલાહ આપતા કહ્યું છે કે, જ્યારે ફિલ્મને મંજૂરી પાછી ઠેલાઈ છે ત્યારે નેતાઓ આ વિશે કેવી રીતે નિવેદન આપી શકે? સુપ્રીમ કોર્ટે આ ફિલ્મને સેન્સર બોર્ડ દ્વારા મંજૂરી મળવી જોઈએ કે નહીં તેની અરજી પણ ફગાવી દીધી છે.  

 

 

ફિલ્મના વિરોધમાં વકીલે કરી હતી અરજી

 

ફિલ્મના વિરોધમાં વકીલ મનોહરલાલ શર્માએ અરજી દાખલ કરી છે. બ્રિટનમાં પણ પદ્માવતીની રિલીઝ પાછી ઠેલાય તેવી શક્યતા છે. અહીં થિયેટર માલીકોને ધમકી આપવામાં આવી છે કે, દીપિકા પાદુકોણની આ ફિલ્મને અહીં રિલીઝ કરવામાં આવશે તો થિયેટરને આગ લગાડી દેવામાં આવે. શેડ્યુઅલ પ્રમાણે બ્રિટનમાં આ ફિલ્મ 1 ડિસેમ્બરે રિલીઝ થવાની છે.

 

ફિલ્મમાંથી વાંધાજનક સીન્સ હટાવવામાં આવે


- મનોહરલાલ શર્માએ તેમની અરજીમાં કહ્યું હતું કે, ફિલ્મમાંથી વાંધાજનક સિન્સ હટાવવામાં આવે. તે સાથે જ ડિરેક્ટર સંજય લીલા ભણસાલી સામે પણ કેસ કરવામાં આવે તેવી વાત કહેવામાં આવી હતી.
- આ પહેલાં 10 નવેમ્બરે સુપ્રીમ કોર્ટે રિલીઝ પર પ્રતિબંધની અરજી ફગાવી દીધી હતી.
- શર્માનું કહેવું છે કે, ફિલ્મ પ્રોડ્યૂસરે કોર્ટમાં ખોટા ફેક્ટ્સ બતાવ્યા છે કે ગીતો અને પ્રોમોને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC- શનેસ્ર બોર્ડ) મંજૂરી આપી ચૂક્યા છે.
- સેન્સર બોર્ડે અત્યાર સુધી ફિલ્મને સર્ટિફિકેટ આપ્યું નથી. ફિલ્મ મેકર્સે રિલીઝ ડેટ પણ આગળ વધારી દીધી છે. 

 

બ્રિટનમાં શું થયું?


- બ્રિટનમાં ફિલ્મને રજૂ કરવા માટે ‘બ્રિટીશ બોર્ડ ઓફ ફિલ્મ ક્લાસિફિકેશન’ (BBFC) સર્ટિફિકેટ ઈશ્યૂ કરવામાં આવે છે. પદ્માવતીની રિલીઝ માટે આ સર્ટિફિકેટ ઈશ્યૂ પણ કરવામાં આવ્યું છે. શેડ્યૂલ મુજબ બ્રિટનમાં આ ફિલ્મ 1લી ડિસેમ્બરે રજૂ થવાની છે.
- બ્રિટનમાં રાજપૂત સંગઠન ‘રાજપૂત સમાજ ઓફ યુકે’ શરૂઆતથી જ ફિલ્મને રિલીઝ કરવા માટેના સર્ટિફિકેટ ઈશ્યૂ કરવાની વાતનો વિરોધ કરી રહ્યાં છે. તેઓએ કહ્યું કે જો આ ફિલ્મ રજૂ થશે તો તેઓ શાંતિપૂર્ણ રીતે તેનો વિરોધ કરશે.
- સંગઠનનો આરોપ છે કે ફિલ્મમાં ઐતિહાસિક તથ્યો સાથે છેડછાડ કરવામાં આવી છે. સંગઠને કહ્યું કે ફિલ્મ યોગ્ય ઈતિહાસકારોને દેખાડવી જોઈએ, કે જેથી ખબર પડે કે તેમાં કોઈ ભારતીય હસ્તીના ચરિત્રને ખોટી રીતે તો રજૂ કરાયા નથી.

 

હિંસાનો વિરોધ


- ‘ધ ગાર્ડિયન’ અખબાર સાથેની વાતચીતમાં સંગઠનના સ્પોક્સપર્સને કહ્યું કે, “અમે નથી ઈચ્છતા કે આ ફિલ્મને બ્રિટનમાં રજૂ કરવામાં આવે. પરંતુ અમે કોઈપણ પ્રકારની હિંસાનો વિરોધ કરી રહ્યાં છીએ.”
- ફિલ્મનો સૌથી વધુ વિરોધ કરતાં અને ધમકીઓ આપનારી કરણી સેના હિંસાની ધમકી પણ આપી રહી છે. તેના એક નેતાએ રિપબ્લિક ટીવીને કહ્યું કે, “અમે બ્રિટનમાં પણ ફિલ્મની રજૂઆતનો વિરોધ કરી રહ્યાં છીએ. જ્યાં પણ આ ફિલ્મ દેખાડવામાં આવશે તે સિનેમાઘરને આગ લગાડવામાં આવશે.”
- આ નેતાએ કહ્યું કે, “અમે પોતે આ ફિલ્મના વિરોધ માટે બ્રિટન જવા માગતા હતા પરંતુ ભારત સરકારે મારો પાસપોર્ટ જપ્ત કરી લીધો છે.”
- જો કે રાજપૂત સમાજના સંગઠને સ્પષ્ટ કરી દીધું છે કે કરણી સેનાનો કોઈજ સભ્ય તેના સંગઠનનો સભ્ય નથી. સંગઠને તેમ પણ કહ્યું કે તેઓ કોઈપણ પ્રકારની હિંસાનો વિરોધ કરી રહ્યાં છે.

 

ફિલ્મ પદ્માવતીને લઈને શું છે વાંધો?


- રાજસ્થાનમાં કરણી સેના, ભાજપ નેતા અને હિંદુવાદી સંગઠનોએ ઈતિહાસ સાથે છેડછાડ કર્યાં હોવાનો આરોપ લગાવ્યો છે. રાજપૂત કરણી સેનાનું માનવું છે કે આ ફિલ્મમાં પદ્મિની અને ખીલજી વચ્ચે ઈન્ટીમેન્ટ દ્રશ્યો ફિલ્માવવાથી તેમની ભાવનાઓને ઠેસ લાગી છે. ત્યારે ફિલ્મની રજૂઆત પહેલાં પાર્ટીના રાજપૂત પ્રતિનિધિઓને ફિલ્મ દેખાડવી જોઈએ. આવું કરવાથી રિલીઝ સમયે ફિલ્મ સહેલાયથી રજૂ થશે અને તણાવની સ્થિતિથી બચી શકાશે. તો હવે રાજસ્થાનના રાજવી કુટુંબના લોકો પણ ફિલ્મના વિરોધમાં ઉતરી આવ્યાં છે.

 

અત્યાર સુધી શું થયું?


- ફિલ્મનો વિરોધ મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ અને કર્ણાટક સુધી પહોંચી ગયો છે.
- રાજસ્થાનની રાજપૂત કરણી સેના ઉપરાંત, રાજકુટુંબના લોકો પણ ફિલ્મ રજૂ કરવાનો વિરોધ કરી રહ્યાં છે. તેઓની માગ છે કે આ ફિલ્મને રિલીઝ કરતાં પૂર્વે તેમને દેખાડવામાં આવે.
- રાજનાથ સિંહ, ઉમા ભારતી, લાલુપ્રસાદ યાદવ, યુપીના સીએમ યોગી આદિત્યનાથ સહિત અનેક નેતાઓએ નિવેદન કર્યું છે કે લોકોની ભાવનાઓનું ધ્યાન રાખવું જોઈએ.
- રાજપૂતોએ ચિત્તોડગઢનો કિલ્લો બંધ કરીને પ્રદર્શન કર્યાં હતા.
- કરણી સેનાના મહિપાલ મકારાનાએ કહ્યું હતું કે, “રાજપૂત ક્યારેય મહિલાઓ પર હાથ નથી ઉઠાવતા, પરંતુ જરૂર પડશે તો દીપિકા પાદુકોણની તેવા જ હાલ કરવામાં આવશે જેવાં લક્ષ્મણે સૂર્પંખાના કર્યાં હતા.”
- સંભલમાં પ્રોટેસ્ટર્સે પોસ્ટર લગાવ્યાં હતા જેમાં સંજય લીલા ભણસાલીનું માથું વાઢનારને 50 લાખનું ઈનામ તેમ લખવામાં આવ્યું હતું.

 

આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીરો

અન્ય સમાચારો પણ છે...