તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાવેરી વિવાદ: બેંગ્લોરમાં 56 બસો સળગાવી, તમિલનાડુની ગાડીઓ બની નિશાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બેંગ્લોર: કાવેરી જળ વિવાદને લઇ કર્ણાટક અને તમિલનાડુ વચ્ચે ઘર્ષણ વધી રહ્યું છે. સોમવારના રોજ બંને રાજ્યોમાં પ્રદર્શનકર્તાઓએ એકબીજાની સંપત્તિઓને નિશાન બનાવી છે. કર્ણાટકમાં તમિલ નંબરની અને તમિલનાડુમાં કર્ણાટક નંબરની 105થી વધુ ગાડીઓને આગ આગ ચાંપી દીધી. 50-55 દુકાનો પણ લૂંટી લેવામાં આવી છે. ગોળીબારમાં એક વ્યક્તિનું મોત થયું છે. કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાના ઘરે લોકોએ પથ્થરમારો કર્યો છે. સ્થિતીને જોતા ઘણા વિસ્તારોમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. શહેરમાં 15 હજાર જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે. પોલીસે 200 લોકોની ધરપકડ કરી છે.
શા માટે ભડકી હિંસા...

- કર્ણાટક, તમિલનાડુ અને કેરળમાં વહેતી કાવેરી નદીના પાણીને લઈને અંદાજે 100 વર્ષથી વિવાદ છે. આ વિવાદ પર તાજેતરમાં જ 5 સપ્ટેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે નિર્ણય સંભળાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે કર્ણાટકને કહ્યું કે, તે કાવેરીમાંથી દરરોજે 15 હજાર ક્યુસેક પાણી તમિલનાડુને આપે.
- ત્યારબાદ કર્ણાટકમાં હિંસા ભડકી છે. હિંસા તમિલનાડુના વિવિધ વિસ્તારોમાં ફેલાઈ ગઈ છે. નિર્ણાય વિરુદ્ધ કર્ણાટક સરકારે શનિવારે મોડી રાત્રે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.
- કર્ણાટક સરકારે કહ્યું કે, રાજ્યમાં વધી રહેલો રોષ અને તેમના રાજ્યના જળાશયોની સ્થિતિને જોતા તે કાવેરી નદીમાંથી દરરોજ 15 હજાર ક્યુસેક પાણી તમિલનાડુને ન આપી શકે.
- ત્યારબાદ સોમવારે સુપ્રીમ કોર્ટે કાવેરી જળ ફાળવણી પર આપેલા નિર્ણયમાં ફેરફાર કર્યો છે. કર્ણાટકને હવે તમિલનાડુ માટે 20 સપ્ટેમ્બર સુધી દરરોજ 15 હજારના બદલે 12 હજાર ક્યુસેક પાણી છોડવું પડશે.
રવિવારે સોશિયલ પર કોમેન્ટથી ભડકી હિંસા

- એક તમિલ વિદ્યાર્થીએ કાવેરી વિવાદ અને કન્નડ હીરો પર ટિપ્પણી કરી હતી. રવિવારે બેંગ્લોરમાં તેને લોકોએ ફટકાર્યો હતો.
- વીડિયો પણ બનાવવામાં આવ્યો અને વાયરલ કરવામાં આવ્યો હતો. તેને જોઈને તમિલ સંગઠનના લોકો ભડત્યા હતા.
બેંગ્લોર અને મૈસૂરમાં દિવસભર કેવી રહી સ્થિતી
- કાવેરી વિવાદને લઇને કર્ણાટકના ઘણા વિસ્તારોમાં ઘર્ષણની સ્થિતી જોવા મળી. સૌથી વધુ અસર બેંગ્લોર, મૈસૂર, માંડ્યા અને પાંડવપુરામાં જોવા મળી.
- CM સિદ્ધારમૈયાએ લોકને શાંતિ જાળવી રાખવાની સલાહ આપી છે. હોમ મિનીસ્ટર જી.પરમેશ્વરે દિવસ દરમિયાન ઘટના પર નજર રાખી.
- તમિલનાડુમાં કર્ણાટકના વાહનોની તોડફોડ અને હોટલ પર થયેલા હુમલાઓ બાદ CM સિદ્ધારમૈયાએ જયલલિતાને એક પત્ર લખ્યો. જેમાં કર્ણાટકના લોકોની સુરક્ષાની અપીલ કરવામાં આવી.

બેંગ્લોરમાં સૌથી વધુ અસર, પ્રદર્શનકારીઓએ 56 બસો સળગાવી
- બેંગ્લોરમાં સૌથી વધુ હિંસા જોવા મળી. અહીં પ્રદર્શનકારીઓએ 25 બસોને આગ ચાંપી
- તમિલનાડુના લોકોની દુકાનો અને ગાડીઓને નિશાન બનાવવામાં આવી. પ્રદર્શનકારીઓએ ઘણી ગાડીઓને આગ પણ ચાંપી.
- હોમ મિનીસ્ટર જી. પરમેશ્વરના જણાવ્યા અનુસાર ઘટના પર કાબૂ મેળવવા CRPF, RPF, CISFની ટુકડીઓને તૈનાત કરવામાં આવી છે. આ સાથે જ 20 હજાર હોમગાર્ડ અને 185 KSRPને રસ્તાઓ પર ગોઠવવામાં આવી છે.
- બેંગ્લોરની બધી સ્કુલો અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી હતી.
- પોલીસ કમિશ્નર એન એસ મેધરિકના જણાવ્યા અનુસાર શહેરમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. શ્રીરામપુર, કાલીપુરમ, કલાસીપાલ્યા અને પ્રકાશનગર જેવા સંવેદનશીલ વિસ્તારોમાં એડિશનલ પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે.
- માંડ્યા જિલ્લામાં વિદ્યાર્થીઓએ સરઘસ કાઢ્યું હતુ. બેંગ્લોર-મૈસૂર નેશનલ હાઇવે બંધ કરવામાં આવ્યો છેે.
પાંડવપુરામાં છ દુકાનો સળગાવામાં આવી
- પાંડવપુરા વિસ્તારમાં પ્રદર્શનકારીઓ દ્વારા તમિલ લોકોની છ દુકાનો સળગાવામાં આવી હતી
- તમિલનાડુ નંબર પ્લેટવાળા વાહનોને પણ આગ ચાંપવામાં આવી. પ્રદર્શનકારીઓએ લાઠીચાર્જ કરી રહેલા પોલીસકર્મીઓ પર પથરવા કર્યો હતો.
ચેન્નઇમાં હોટલ પર હુમલો, જયલલિતાએ તાત્કાલિક મીટીંગ બોલાવી
- સોમવાર સવારના રોજ ચેન્નઇની એક હોટલ પર કથિત રીતે એક તમિલ સંગઠન દ્વારા હુમલો કરવામાં આવ્યો.
- હુમલાખોરો દ્વારા હોટલના કાચ તોડવામાં આવ્યા અને પત્રીકાઓ ફેંકવામાં આવી જેનાં લખ્યું હતું કે કર્ણાટકમાં તમિલ લોકો પર હુમલો થશે તો તેનો બદલો લેવામાં આવશે. આ ઘટનામાં 4 લોકોની ધરપકડ કરવામાં આવી.
- પોલીસના જણાવ્યા અનુસાર, કર્ણાટકથી આવનાર યાત્રીઓના વાહનોને નિશાન બનાવવામાં આવ્યા.
- સ્થિતી બગડતા જયલલીતાએ એક ઇમરજન્સી મીટીંગ બોલાવી હતી.
સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં સંશોધન કર્યુ
- સુપ્રીમ કોર્ટે કાવેરી જળ વિવાદ મામલે પોતાના ચુકાદામાં સંશોધન કર્યું
- કોર્ટે ઓર્ડર આપ્યો હતો કે તમિલનાડુ 20 સપ્ટેમ્બર સુધી 15 હજાર ક્યુસેકની જગ્યાએ 12 હજાર ક્યુસેક પાણી છોડે.
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને વાંચો કાવેરી વિવાદ અંગે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

વધુ વાંચો