પિતા-કાકાની સાથે આવી શકે છે અખિલેશઃ સપાના 4 દિગ્ગજ નેતા પાસે કયા વિકલ્પ?

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લખનઉ. ઉત્તર પ્રદેશ વિધાનસભાની 403 સીટમાંથી સમાજવાદી પાર્ટીને માત્ર 47 સીટ મળી છે. છેલ્લા 25 વર્ષમાં તેમની આ સૌથી મોટી હાર છે. મુલાયમે જે વોટ બેન્કને 25 વર્ષોની મહેનતથી સપાની સાથે જોડેલી રાખી હતી તે એક ઝટકામાં વિખેરાઈ ગઈ. માનવામાં આવી રહ્યું છે કે અખિલેશ, મુલાયમ-શિવપાલની સાથે આવી શકે છે. divyabhaskar.comના એક્સપર્ટ સિનિયર જર્નાલિસ્ટ શ્રીધર અગ્નિહોત્રી અને યોગેશ શ્રીવાસ્તવ જણાવી રહ્યા છે કે હવે અખિલેશ, મુલામય, શિવપાલ યાદવ અને રામગોપાલ યાદવની પાસે કયા-કયા રસ્તા બચ્યા છે. 
 
અખિલેશ સામે ઊભા થઈ રહ્યા છે સવાલ
 
અખિલેશ યાદવની પાસે પહેલો વિકલ્પ

- હવે અખિલેશ યાદવ પાસે વિકલ્પ છે કે મુલાયમ-શિવપાલ સાથે કોમ્પ્રોમાઈઝ કરી શકે છે અને પાર્ટીમાં તેમના નિર્દેશો પર કામ કરી શકે છે.
કારણઃ અખિલેશની આગેવાનીમાં સપાએ જો 100 સીટ પણ ક્રોસ કરી હોત તો એવા સંકેત મળતા કે અખિલેશની પ્રદેશના રાજકારણમાં સારી પકડ છે પરંતુ એવું થયું નહીં.
- જે રીતે જૂના નેતાઓને સાઈડલાઈન કરવામાં આવ્યા અને નવા લોકોને કોર ટીમમાં જગ્યા આપવામાં આવી તેના કારણે સાંગઠનિક ક્ષમતા પર સવાલ ઊભા થયા છે. એવામાં પાર્ટીને ફરી ઊભી કરવા માટે મુલાયમ અને શિવપાલની સાથે આવી શકે છે.

બીજો વિકલ્પ
 
- જે જૂના નેતા કે ધારાસભ્ય નારાજ છે અને જે બીજા પક્ષોમાં જઈને પણ ચૂંટણી નથી જીત્યા, તેમને ફરી એકવાર પાર્ટીમાં બોલાવવા અને નવેસરથી પાર્ટીને ઊભી કરવાનો પ્રયાસ કરી શકે છે.
કારણઃ ચૂંટણી હારવાના કારણે અખિલેશની સંગઠની ઢીલી પકડ પણ સામે આવી છે. હવે આ કમીને પૂરી કરવા માટે જૂના લોકોને સાથે લાવવા પડશે.
 
ત્રીજો વિકલ્પ
 
- મુલાયમને રાષ્ટ્રીય અધ્યક્ષનો પદ પરત સોંપી શકે છે.
કારણઃ જ્યારે મુલાયમ પરિવારમાં ઝઘડો થયો હતો ત્યારે અખિલેશે અનેકવાર કહ્યું હતું કે હું નેતાજીથી માત્ર ત્રણ મહિના માટે પાર્ટી કમાન લેવા માગું છું. એવામાં હવે તેઓ ચૂંટણી હારી ચૂક્યા છે તો મુલાયમને કરેલો પોતાનો વાયદો પણ પૂરો કરી શકે છે.
 
ચોથો વિકલ્પ
 
- પ્રો. રામગોપાલ યાદવથી અલગ થઈ શકે છે.
કારણઃ મુલાયમે અનેકવાર પોતે જ કહ્યું છે કે રામગોપાલ દીકરા અખિલેશને ગેરમાર્ગે દોરી રહ્યા છે. તેઓ પરિવારમાં તિરાડ ઊભી કરી રહ્યા છે. રાજ્યમાં હાર બાદ જો અખિલેશને મુલાયમની પાસે પરત જવું હશે તો પ્રો. રામગોપાલ યાદવને પોતાનાથી દૂર કરવા પડશે.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, મુલાયમ સિંહ યાદવ, શિપાલ યાદવ અને રામગોપાલ યાદવની પાસે કયા છે વિકલ્પ?
અન્ય સમાચારો પણ છે...