તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Operation Golden Nose To Stop The Attack On Parliament Dog Squad In Charge Of Security

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંસદ પર હુમલો રોકવા ઓપરેશન ગોલ્ડન નોઝ, ડોગ સ્ક્વોડ રહેશે તહેનાત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હીઃ સાંસદ અને સંસદની સુરક્ષા માટે પહેલીવાર 'ઓપરેશન ગોલ્ડન નોઝ'ને મંજૂરી મળી છે. ચોમાસા સત્ર દરમિયાન ''ક્રેક 9'' ડોગ સ્ક્વોડ ટીમ તહેનાત રહેશે. 9મી જુલાઈથી ચોમાસા સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. ગૃહ મંત્રાલયે, આ ટીમ હુમલાને રોકવા તથા વિસ્ફોટકો અને શંકાસ્પદ વસ્તુઓને શોધવાના હેતુથી તહેનાત કરી છે.
ITBPમાંથી તાલીમ પામેલ છે 'ક્રેક 9'

- સંસદનું ચોમાસુ સત્ર તા. 18મી જુલાઈથી 12 ઓગસ્ટ સુધી ચાલશે.
- આ દરમિયાન સંસદની સુરક્ષા માટે 'ઓપરેશન ગોલ્ડન નોઝ' ચલાવવામાં આવશે જેમાં 'ક્રેક 9' નામની ડોગ સ્ક્વોડ તહેનાત રહેશે.
- જોકે, સંસદની સુરક્ષામાં 3 લેયર રહેલા છે. પરંતુ છૂપાયેલા વિસ્ફોટકો શોધવા, કોઈ શંકાસ્પદ વસ્તુઓ વિશે જાણકારી આપવાનું કામ આ ટીમ કરશે.
- ટીમમાં વર્લ્ડ ક્લાસ તાલીમ પામેલા ITBP ડોગ્સ સામેલ છે.
ઓબામાની મુલાકાત દરમિયાન પણ થઈ હતી ડોગ્સની તહેનાતી

- 2015માં અમેરિકના રાષ્ટ્રપતિ બરાક ઓબામાની ભારત મુલાકાત દરમિયાન આ જ ડોગ સ્ક્વૉડે સુરક્ષાની જવાબદારી સંભાળી હતી.
- ડોગ સ્ક્વૉડને યુએસ નેવી સીલની સાથે સુરક્ષામાં ઉભા રહેવા માટે પસંદ કરવામાં આવ્યા હતા.
- જોકે, આ દરમિયાન અમેરિકન ડોગ્સની પણ એક ટીમ દિલ્હી આવી હતી.
કેવી હશે તહેનાતી?

- 'ઓપરેશન ગોલ્ડન નોઝ'ને લોન્ચ કરવાની જવાબદારી ITBPને સોંપવામાં આવી છે.
- ડોગ સ્ક્વૉડ માટે ITBPએ આઈજી લેવલના ઓફિસર આરસી બિજવાનને ડેપ્યુટેશન પર પાર્લામેન્ટરી સિક્યુરિટી સર્વિસઝ(PSS)માં મોકલ્યા છે.
- ચોમાસુ સત્ર પૂર્ણ થવાની સાથે જ આ ઓપરેશન પૂર્ણ કરવામાં આવશે.
સંસદ પર થઈ ચૂક્યો છે હુમલો

- 13 ડિસેમ્બર, 2001ના રોજ સવારે સાડા 11 વાગ્યાની આસપાસ લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓએ સંસદ પર હુમલો કર્યો હતો.
- હુમલામાં 8 સૈનિકો શહીદ થયા હતા. સંસદના 1 કર્મચારીનું પણ નિધન થયું હતું. જ્યારે 16 સૈનિકો ઘાયલ થયા હતા.
- હુમલો થયો તે સમયે ઘણા કેન્દ્રીય મંત્રી અને સાંસદો સહિત 200 જેટલા લોકો સંસદ કેમ્પસમાં હાજર હતા.
- 13 ડિસેમ્બર, 2001ના રોજ આતંકવાદી હુમલાના કારણે અંદાજે 40 મિનિટ પહેલા જ બન્ને ગૃહ સ્થગિત કરવામાં આવ્યા હતા.
- આતંકવાદીઓ એકે - 47 રાઈફલ, હેન્ડ ગ્રેનેડ જેવા હથિયારોથી સજ્જ હતા.
- સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણ દરમિયાન તમામ 5 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા.
- આતંકવાદીઓને સૌથી પહેલા કોન્સ્ટેબલ કમલેશ કુમારે જોયા હતા. આતંકવાદીઓએ અન્ય સાથીઓને બૂમ પાડી સક્રિય કરતા આતંકવાદીઓએ તેમને ગોળી મારી દીધી હતી.
- આતંકવાદીઓએ સંસદ પરિસરમાં ઘૂસવા માટે બનાવટી સ્ટિકર લગાવવામાં આવેલી કારનો ઉપયોગ કર્યો હતો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો