તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપણા દેશમાં ક્યાંય પણ એમ્બ્યુલન્સ સમયસર શા માટે નથી પહોંચી શકતી?

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

દેશમાં છાશવારે સમાચારો આવી રહ્યા છે કે દર્દીઓ અને મૃતકોને સમયસર એમ્બ્યુલન્સ નથી મળતી. ક્યાંક દર્દીઓને લારીમાં નાખીને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવે છે તો ક્યાંક રિક્ષામાં. એવામાં એ સવાલ થાય કે દેશમાં એમ્બ્યુલન્સની અછત છે કે તે સમયસર પહોંચી નથી શકતી. ભાસ્કરે આ વાતની તપાસ કરી તો ખ્યાલ આવ્યો કે આ બંને કારણો જવાબદાર છે. દેશમાં એક લાખની વસતીએ માત્ર એક જ એમ્બ્યુલન્સ છે.

સરકાર એવું કહે છે કે તેનો પ્રયાસ એવો છે કે 60 હજારની વસતીએ લોકોને એક એમ્બ્યુલન્સ મળે. બીજી તરફ વિશ્વ આરોગ્ય સંસ્થાના માપદંડો અનુસાર દર્દી સુધી 8 મિનિટમાં એમ્બ્યુલન્સ પહોંચી જવી જોઇએ. પરંતુ આપણા દેશમાં એમ્બ્યુલન્સને દર્દી સુધી પહોંચતા કમસે કમ 15 મિનિટનો સમય લાગે છે. જ્યારે મોટાભાગના કિસ્સામાં તો 30 મિનિટ સુધીનો સમય લાગી જાય છે.

એક મીડિયા અહેવાલ અનુસાર દેશમાં ગંભીર અકસ્માત થાય તો માત્ર 11થી 49 ટકા દર્દીઓ જ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં પહોંચી શકે છે. આખા દેશમાં રાષ્ટ્રીય આરોગ્ય અભિયાન અને રાજ્ય સરકારો દ્વારા 34 હજાર એમ્બ્યુલન્સ ચલાવવામાં આવી રહી છે. તેવામાં તમે સમજી શકો છો કે એક લાખની વસતીએ માત્ર એક જ બેઝિક લાઇફ સપોર્ટ (બીએલએસ) એમ્બ્યુલન્સ પ્રાપ્ય છે. તેવી જ રીતે દર લાખની વસતીએ એક જ એડવાન્સ લાઇફ સપોર્ટ (એએલએસ) એમ્બ્યુલન્સ પ્રાપ્ય છે.

બીજી તરફ એમ્બ્યુલન્સ પ્રાપ્ય હોય તો પણ અનેક જગ્યાએ અંતરિયાલ વિસ્તારોમાં રસ્તાના અભાવે તે પહોંચી શકતી નથી. મોટાભાગના મહાનગરો અને ટાયર 2 તેમજ 3 શહેરોમાં એમ્બ્યુલન્સ પ્રાપ્ય હોવા છતાં પણ અહીં ટ્રાફિકને કારણે દર્દીઓ સુધી પહોંચવું મોટો પડકાર છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનાં ડિરેક્ટર કપિલ ચૌધરી જણાવે છે કે હાલ અમે પ્રતિ 60 હજારની વસતીએ એક એમ્બ્યુલન્સ પ્રાપ્ય થાય તે માટેના પ્રયાસો કરી રહ્યા છીએ.

- 30 મિનિટ કમસે કમ લાગે છે દેશમાં ગમે ત્યાં એમ્બ્યુલન્સ પહોંચતા, મોટાભાગના કિસ્સાઓમાં આ આંકડો વધુમાં વધુ 10 મિનિટ હોવો જોઈએ.

- 70 હજાર લોકો કે જેઓ હાઇવે પર દુર્ઘટનાનો શિકાર બને છે તેમનો જીવ બચાવી શકાય છે દર વર્ષે એમ્બ્યુલન્સ પૂરી પાડીને.

આ અંગે વધુ વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો