તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વન નાઈટ સ્ટેન્ડ હિન્દુ લગ્ન કાયદા હેઠળ લગ્નની વ્યાખ્યામાં નથી: હાઈકોર્ટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ કોઈ પુરુષ અને મહિલા વચ્ચે બનેલો શારીરિક સંબંધ અથવા વન નાઈટ સ્ટેન્ડ હિન્દુ લગ્ન કાયદા હેઠળ વિવાહની વ્યાખ્યામાં નથી આવતો. મુંબઈ હાઈકોર્ટે તાજેતરમાં તેના એક આદેશમાં વાત કહી છે. કોર્ટે કહ્યું છે કે મહિલા અને પુરુષે લગ્ન કર્યા હોય તો પ્રકારના સંબંધથી પેદા થનારા બાળકોનો પિતાની સંપત્તિ પર અધિકાર નહીં હોય. જસ્ટિસ મૃદુલા ભટકરે કહ્યું, ‘મહિલા પુરુષના સંબંધને લગ્ન કહેવડાવવા માટે પારંપરિક રીતી-રિવાજ અથવા કાયદાકીય પ્રક્રિયા હેઠળ લગ્ન કરવા જરૂરી હોય છે. ઈચ્છા અથવા દુર્ઘટનાવશ શારીરિક સંબંધ લગ્ન ગણી શકાય.’
 
કોર્ટે હિન્દુ મેરેજ એક્ટની કલમ 16ને ટાંકી છે. કલમ આવા લગ્નો પર પ્રતિબંધ મૂકે છે, પરંતુ કોર્ટે વાત સ્વીકારી કે સમાજ પરીવર્તનથી ચાલે છે. તેમણે કહ્યું કે કેટલાક દેશોમાં સજાતીય સંબંધોનો લગ્ન તરીકે સ્વીકાર કરવામાં આવે છે, લીવ-ઈન સંબંધોને પણ માન્યતા છે, પરંતુ આવી સ્થિતિમાં પેદા થયેલા બાળકોનો કેસ પેચીદા મુદ્દો છે, જે કાયદાના જાણકારો માટે ઘણો પડકારજનક છે.
 
હિન્દુ લગ્ન કાયદા હેઠળ બાળકના અધિકાર માટે લગ્નને સાબિત કરવા જરૂરી હોય છે, ભલે તે લગ્ન પાછળથી ગેરકાયદે જાહેર કરી દેવાયા હોય. હાઈકોર્ટમાં એક વ્યક્તિના કેસની સુનાવણી ચાલી રહી હતી. તેની બે પત્નીઓ હતી. જ્યારે બાબત સાબિત થઈ ગઈ કે વ્યક્તિએ બીજી વખત લગ્ન કર્યા હતા, કોર્ટે તેના બીજા લગ્નને ગેરકાયદે જાહેર કરી દીધા. જોકે, તેમની બીજી પત્નીથી જન્મેલી બાળકીને સંપત્તિમાં અધિકાર અપાયો.
અન્ય સમાચારો પણ છે...