તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • One More Controversies Surrounding In Defense Deal By UPA Government 1387 Crore Deal In 2008

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

UPA govtની વધુ એક ડિફેન્સ ડીલ વિવાદોમાંઃ 1387 કરોડના સોદામાં બ્રાઝિલની કંપની પર લાંચ આપવાનો આરોપ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હીઃ UPA સરકાર સમયે થયેલો રૂ. 1387 કરોડ રૂપિયાનો એક વધુ સુરક્ષા કરાર વિવાદોમાં ઘેરાયો છે. બ્રાઝિલના અખબાર પ્રમાણે, 3 EMB-145 જેટ પ્લેનના કરારમાં મધ્યસ્થીને લાંચ આપવાના મામલે બ્રાઝિલની કંપની એમ્બ્રાયર આરોપોમાં ઘેરાઈ ગઈ છે. બ્રાઝિલ અને અમેરિકી કાયદા મંત્રી તેની તપાસમાં લાગેલા છે. આ ખુલાસા પર ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન(DRDO)એ કંપની પાસેથી 15 દિવસમાં સ્પષ્ટતા માગી છે. કંપની પાસેથી જવાબ આવ્યા બાદ આગામી કાર્યવાહી કરવામાં આવશે.
2008માં થયો હતો કરાર

- UPA સરકાર વખતે થયેલા વીવીઆઈપી હેલિકોપ્ટર(અગસ્તા વેસ્ટલેન્ડ) કરાર બાદ આ બીજો કરાર છે જે વિવાદમાં આવ્યો છે.
- ભારત સાથે એમ્બ્રાયરનો કરાર વર્ષ 2008માં થયો હતો.
- એમ્બ્રાયર પાસેથી DRDOની 2520 કરોડ રૂપિયાના એરબોર્ન અર્લી વોર્નિંગ એન્ડ કન્ટ્રોલ સિસ્ટમ્સ પ્રોજેક્ટ માટે ત્રણ જેટ પ્લેન ખરીદવામાં આવ્યા હતા.
- DRDOએ ગયા વર્ષે ડિસેમ્બરમાં જ ત્રણેય પ્લેનને પ્રોજેક્ટમાં તહેનાત કરી દીધા હતા.
2010થી તપાસ કરી રહ્યું છે અમેરિકા

- બ્રાઝિલના અખબાર 'ફોલ્હા ડે સાઓ પાઉલો' પ્રમાણે, ડોમિનિક રિપબ્લિક સાથે થયેલા કરાર પર થયેલી આશંકા બાદ 2010થી જ અમેરિકા એમ્બ્રાયર વિરુદ્ધ તપાસ કરી રહ્યું છે.
- બાદમાં ભારત અને સાઉદી અરેબિયા સહિત 8 દેશો સાથે થયેલી એમ્બ્રાયરના કરારને પણ આ તપાસમાં સામેલ કરવામાં આવ્યો છે.
- અમેરિકી લો મિનિસ્ટ્રી તપાસ કરી રહી છે કે, આ કરાર માટે એમ્બ્રાયરે લાંચ તો નથી આપીને?
- એ પણ આશંકા છે કે, બ્રિટનમાં બેસેલા એક ભારતીય બિઝનેસમેન કંપની માટે મધ્યસ્થીની ભૂમિકામાં રહ્યા હતા.
- રિપોર્ટ પ્રમાણે, મધ્યસ્થી સાથે થયેલા કરારની કોપી ઈંગ્લેન્ડમાં એક કબાટમાં સુરક્ષિત રાખવામાં આવી છે. તેની એક ચાવી બ્રાઝિલની કંપની અને બીજી મધ્યસ્થી પાસે છે.
સજા માટે તૈયાર, દંડના 1333 કરોડ અલગ

- 'ફોલ્હા ડે સાઓ પાઉલોટ' પ્રમાણે, કંપની અમેરિકી ઓફિસરો સાથે સહયોગ કરી રહી છે. સાથે જ શક્ય દંડ માટે રૂ. 1333 કરોડ અલગ જ રાખી દીધા છે.
- અખબારમાં એમ્બ્રાયરના ડિફેન્સ સેલ્સ મેનેજર આલ્બર્ટ ફિલીપના હવાલેથી જાણવા મળ્યું છે કે, યુરોપમાં રહેલા કંપનીના પૂર્વ સેલ્સ ડિરેક્ટરે અમેરિકી તપાસકર્તાને જણાવ્યું કે, ફર્મે એક શખ્સનો સંપર્ક કર્યો હતો, જે અમેરિકાને સર્વિલાન્સ સિસ્ટમ વેચવાની ડીલમાં મદદ કરી શકે.
આગળની સ્લાઈડ્સમાં જુઓ, ઈએમબી-145 જેટ પ્લેનની વધુ તસવીરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો