તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આ છે આંધળી ભક્તિ, સગીરા પર રેપના આરોપી આસારામની આમ થઈ પૂજા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જોધપુરઃ સગીરા સાથે રેપના કેસમાં આરોપી આસારામ ભલે કાયદાની નજરે આરોપી હોય પરંતુ ભક્તો માટે તે હજી પણ ભગવાન જ છે. મંગળવારે ગુરુ પૂર્ણિમાના દિવસે જોધપુર જેલની બહાર આસારામના હજારો ભક્તો જેલના મુખ્ય ગેટ સામે દંડવત પ્રણામ કરતા તથા પૂજા કરતા જોવા મળ્યા હતા.
સવારથી જામી ભક્તોની ભીડ...

- ગુરુપૂર્ણિમાના પ્રસંગે આ આંધળા ભક્તોને ગુરુ આસારામ જોધપુર જેલની બહાર આવી એકવાર દર્શન આપે તેવી આશા હતી. આજના દિવસે લોકો પોતાના ગુરુની પૂજા કરે છે. જેલતંત્રએ આસારામને કોઈ પ્રકારની છૂટ આપી નથી.
- આસારામ પોતાના આશ્રમમાં રહેનારા એક સગીરા પર રેપ કરવાના આરોપમાં 34 મહિનાથી જેલમાં બંધ છે.
- આસારામની જેલમાં આ ત્રીજી ગુરુપૂર્ણિમા છે. અગાઉની 2 ગુરુપૂર્ણિમાની જેમ આ વખતે પણ જોધપુર જેલ બહારમોટા પ્રમાણમાં આસારામના સમર્થકો પહોંચ્યા છે.
- મોટાભાગના સમર્થકો પાલ રોડ સ્થિત આસારામના આશ્રમમાં સ્થાન જમાવી બેઠા છે. આસારામના આશ્રમમાં પણ સવારથી પૂજાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે.
- આશ્રમમાં આસારામના ભક્તોએ આસારામના તસવીરને સામે રાખી પૂજા કરી અને પછી જેલ પહોંચ્યા હતા.
પોલીસે સુરક્ષા વ્યવસ્થા વધારી...

-શહેરમાં આસારામ સમર્થકોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખી જેલની બહાર વધુ પોલીસ બળને તૈનાત કરવામાં આવ્યું છે.
- આસારામની કોર્ટમાં હવેની સુનાવણી 21 જુલાઈના છે. ઘણા ભક્તો વર્ષોથી ગુરુપૂર્ણિમાના દિવસે ઉપવાસ કરી આસારામને જોયા બાદ જ ભોજન કરશે.
- દરેક ગુરુપૂર્ણિમાના દિવસે શહેરમાં સમર્થકોની ભીડ જામે છે. ગુરુપૂર્ણિમા અને દિવાળીના સમર્થકોની સંખ્યા ઘણી વધારે હોય છે.
તસવીરોઃ દેવ જાંગિડ
(આગળની સ્લાઈડ્સમાં જુઓ આસારામના ભક્તોની તસવીરો.........)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો