તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓલ પાર્ટી મીટિંગ બોલાવે ચૂંટણીપંચ: EVM વિવાદ પર મમતા બેનર્જી બોલ્યા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કોલકાતા: પાંચ રાજ્યોના ચૂંટણીના પરિણામો બાદ ઇવીએમ સાથે છેડછાડ થયાના આરોપનો મામલો જોર પકડતો જાય છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ હવે આ મામલામાં કૂદી પડ્યા છે. તેમણે કહ્યું છે કે ચૂંટણીપંચે આ બાબતે ઓલ પાર્ટી મીટિંગ બોલાવવી જોઇએ. ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલ અને માયાવતીએ ઇવીએમમાં છેડછાડ થઇ હોવાનો આરોપ લગાવ્યો છે.
 
મમતાએ સુબ્રમણ્યમ સ્વામીના વીડિયોનો સંદર્ભ આપ્યો
 
- મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, મમતા બેનર્જીએ બીજેપી લીડર સુબ્રમણ્યમ સ્વામીના એ વીડિયો ટેપનો સંદર્ભ આપ્યો જેમાં સ્વામીએ ઇવીએમમાં છેડછાડ થઇ શકે છે એમ કહ્યું હતું. મમતાએ તે વીડિયો ક્લિપ પણ રિપોર્ટર્સને બતાવી.
- મમતાએ કહ્યું, “હું કંઇ નથી કહી રહી, પરંતુ, સ્વામી કાયદાના સારા જાણકાર છે અને એટલે તેઓ જે કંઇ કહી રહ્યા છે તેને સમજવાની જરૂર છે અને તેની તપાસ થવી જોઇએ. કોઇ માને કે ન માને, આ તેમની ઇચ્છા છે, પરંતુ, ચૂંટણીપંચે ઓલ પાર્ટી મીટિંગ બોલાવવી જોઇએ.”
 
મમતાએ બીજું શું કહ્યું?
 
- સીએમ મમતાએ કહ્યું, “મેં ચૂંટણીપંચનું એ નિવેદન સાંભળ્યું છે જેમાં તેમણે કહ્યું છે કે ઇવીએમમાં છેડછાડ ન થઇ શકે, પરંતુ, મેં સ્વામીનો વીડિયો પણ જોયો છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે એવું કરી શકાય છે.”
- મમતાએ કહ્યું કે એટલે તેમને પણ એ વિશ્વાસ છે કે ઇવીએમ સાથે છેડછાડ કરી શકાય છે.
 
સ્વામીના વીડિયોમાં શું?
 
- વીડિયોમાં સુબ્રમણ્યમ સ્વામી એવું કહેતા જોવા મળે છે કે જાપાનમાં ઇવીએમ બન્યા હતા, પરંતુ, ત્યાં ચૂંટણીમાં મતપત્રોનો જ ઉપયોગ થાય છે, કારણકે મશીનો સાથે છેડછાડ થઇ શકે છે. સ્વામી એમ પણ કહે છે કે અમેરિકા અને જર્મની જેવા દેશો ઇવીએમની જગ્યાએ મતપત્રોનો જ ઉપયોગ કરે છે.
 
માયાવતી, કેજરીવાલનો શું છે આરોપ?
 
- આ પહેલા બસપાના ચીફ માયાવતીએ આરોપ લગાવ્યો હતો કે યુપી વિધાનસભા ચૂંટણીમાં બીજેપીની જીત પાકી કરવા માટે ઇવીએમને ‘મેનેજ’ કરવામાં આવ્યું હતું.
- દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પણ કહ્યું હતું કે પંજાબમાં ઇવીએમ સાથે છેડછાડ કરવામાં આવી હતી, જેનાથી આમ આદમી પાર્ટીના 20-25% વોટ અકાલી દળ અને બીજેપીના ગઠબંધનને ટ્રાન્સફર થઇ ગયા. 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો