તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

13 વર્ષ પહેલાં બની હતી નોટોનો નાશ કરવાની વ્યવસ્થા: ઇંટો બનાવવમાં થશે ઉપયોગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂની નોટોથી ઇંટો બનશે, ફાઇલ કવર, ટી-કોસ્ટર
નોટબંધીના મૂલ્ય પ્રમાણે દેશનું લગભગ 86.4 % નાણું ચલણથી બહાર થઇ ગયું છે. હવે સવાલ એ છે કે સરકાર 500 અને 1000 રૂપિયાની નોટ બંધ કરી 2300 કરોડ નોટને કેવી રીતે નાશ કરશે? રિઝર્વ બેન્કે તેની પૂરી તૈયારી કરી રાખી છે. આવો જાણીએ...
13 વર્ષ પહેલાં નોટોનો નાશ કરવાની વ્યવસ્થા શરૂ થઇ હતી

- વર્ષ 2003માં રિઝર્વ બેન્કના તત્કાલીન ગવર્નર બિમલ જાલાને જૂની નકામી નોટો નાશ કરવા માટે કરન્સી વેરિફિકેશન એન્ડ પ્રોસેસિંગ સિસ્ટમ લોન્ચ કરી હતી.
- તેના અંતર્ગત દેશભરમાં 19 સ્થળો પર જૂની નોટ નાશ કરવાનાં સેન્ટર બનાવ્યાં હતાં.
- દરેક સેન્ટરમાં એક કલાકમાં 60,000 જૂની નોટ નાશ કરી તેને ઇંટમાં બદલવા સક્ષમ છે.
- અહીંયા જૂની નોટ રિસાઇકલ કરીને તેને નવી નોટ માટે કાગળ તૈયાર કરાય છે.
- આરબીઆઇએ 19 સેન્ટરો પર કામ કરવા માટે 27 આધુનિક મશીનો લગાવ્યાં છે.
જૂની નોટનો આ રીતે નાશ કરાય છે
- રિઝર્વ બેંક મશીનોથી નોટના કાગળને નાના ટુકડામાં બદલે છે.
- એક અન્ય મશીન આ ટુકડાને ઇંટોમાં બદલે છે.
- પછી આરબીઆઇ આ ઇંટને ઔદ્યોગિક ઉપયોગ માટે વેચે છે.
- આ ઇંટોનો ઉપયોગ ખાડા ભરવા, રોડ બનાવવામાં થાય છે.
- નાના ટુકડાને રિસાઇકલ કરી ફાઇલ કવર, કેલેન્ડર, ટી કોસ્ટર બનાવી શકાય છે.
નોટ છાપવા- ખપતમાં ભારત ચીન પછી બીજા ક્રમે

- 9000 કરોડથી વધુ નોટ માર્ચ 2015 સુધી ચલણમાં હતી.
- 17.77 લાખ કરોડ રૂ.ના મૂલ્યની નોટ 28 ઓક્ટોબર સુધી ચલણમાં હતી.
- 2700 કરોડ રૂ. રિઝર્વ બેન્ક નોટ છાપવા માટે વાર્ષિક ખર્ચ ભોગવે છે.
- 98 ટકા ગ્રાહકો દેશમાં લેવડ-દેવડ કેશમાં કરે છે.
બે વર્ષમાં 3040 કરોડ નોટ નાશ કરી ચૂકી છે RBI

- 2300 કરોડ ખરાબ નોટ ચાલુ નાણાંકીય વર્ષમાં નાશ કરવાની છે
- 1640 કરોડ ખરાબ નોટોનો વર્ષ 2015-16માં નાશ કરાયો હતો.
- 1400 કરોડ ખરાબ નોટ વર્ષ 2012-13માં નષ્ટ કરાઇ હતી.
અંતે દુનિયામાં જૂની નોટોનું શું થાય છે
- વર્ષ 1990 સુધી બેન્ક ઓફ ઇંગ્લેન્ડ જૂની નોટ સળગાવીને તેમની ઇમારતો ગરમ રાખતી હતી. વર્ષ 2000 બાદથી ઇંગ્લેન્ડમાં તેનાથી ખાતર તૈયાર કરવામાં આવે છે.
- અમેરિકામાં કેન્દ્રીય બેન્ક ફેડરલ રિઝર્વ જૂની નોટોને ઝીણા ટુકડામાં કાપીને તેને કલાત્મક અને અન્ય ઉપયોગ માટે સોંપી દે છે.
- 2012માં હંગેરીની કેન્દ્રીય બેન્કે જૂની નોટો સળગાવી દીધી હતી જેથી ગરીબ લોકો શિયાળાથી બચી શકે. તેના બાદ ઇંટો બનાવીને તેને માનવાધિકાર સંગઠનને સોંપી દીધી.
બેન્કોમાં 6 લાખ કરોડ રૂપિયાની જૂની નોટો પહોંચી

નોટબંધી બાદથી બેન્કોમાં લગભગ 6 લાખ કરોડ રૂપિયાની જૂની નોટ જમા થઇ છે. સરકારને 30 ડિસેમ્બર સુધી 10-15 લાખ કરોડ રૂપિયાની નોટ જમા થવાની આશા છે. બેન્કોમાં આટલી મોટી માત્રામાં નાણાં જમા થવાથી લોન સસ્તી થવાની આશા જાગી છે.
અન્ય સમાચારો પણ છે...