OFF THE RECORD ' પ્રેમ હતો નાની બહેન સાથે અને લગ્ન કરાવી દેવાયા મોટી બહેન સાથે'

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લાલબાહદુર શાસ્ત્રીના એકદમ નજીકના ગણાતા મથુરાદાસની આ એક કહાની છે. મથુરાદાસ માથુર લોકસભાની ચૂંટણી જીતીને લોકસભાના સભ્ય બન્યા હતા. એકવાર માથુર સંસદના સન્ટ્રલ હોલમાં શાંતચિતે કોઈ મનો મંથન કરી રહ્યા હતા. તે સમયે કોઈએ માથુરના ખભા પર હાથમુકીને કહ્યુ માથુર સાહેબ કઈ ચિંતામાં ડૂબી ગયા છો. જો કે માથુરના ખભા પર હાથ મુકનાર બીજુ કોઈ નહી પણ લાલબાહદુર શાસ્ત્રી હતા.

જો કે વાકબોલા માથુર સાહેબે તરત જ જવાબ શાસ્ત્રીજીને આપતા જણાવ્યુ હતુ કે, શાસ્ત્રીજી મને પ્રેમ તો હતો નાની બહેન સાથે અને તમે લગ્ન કરાવી દીધા મોટી બહેન સાથે. માથુરની વાત શાસ્ત્રીજી કંઈ સમજ્યા નહીં એટલે એમણે તરત જ પુછ્યુ કઈ રીતે ભાઈ ? જેના જવાબમાં માથુરે જવાબ આપ્યો હતો કે મારૂ મન તો રાજસ્થાનમાં લાગેલુ હતું. પરંતુ તમે મને લોકસભાની ટિકીટ આપીને મને દિલ્હી બોલાવી લીધો. માથુરની આટલી વાત સાંભળીને શાસ્ત્રીજી તરત હસી પડ્યા. હકીકત એ હતી કે માથુર રાષ્ટ્રીય રાજનીતિમાં રહેવા કરતા રાજસ્થાનમાં વધારે રહેવાનુ પસંદ કરતા હતા.