તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

2016માં સૌથી વધારે કાશ્મીરી આતંકી બન્યા, કાશ્મીરમાં ખૂબ જ તણાવવાળું વાતાવરણ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હીઃ  વર્ષ 2016માં 88 કાશ્મીરી યુવકો ત્રાસવાદ સાથે જોડાયા હતા. છેલ્લા 6 વર્ષમાં ત્રાસવાદ સાથે સૌથી વધારે યુવકો જોડાયા. આ વર્ષે કાશ્મીરમાં ખૂબ જ તણાવવાળું વાતાવરણ રહ્યું હતું. લોકસભામાં ગૃહરાજ્યમંત્રી હંસરાજ ગંગારામ આહિરે કાશ્મીરી યુવકોની આ માહિતી જાહેર કરી હતી.  

આ યુવકોના કારણે ખીણમાં કાયદા અને ન્યાયતંત્ર પર માઠી અસર થઇ હતી. 2014 પછી ત્રાસવાદ સાથે જોડાયેતાં કાશ્મીરી યુવકોની સંખ્યામાં સતત વધારો થતો રહ્યો છે. 2016માં 88 જેટલા યુવકો કાશ્મીરમાં ત્રાસવાદ સાથે જોડાયા હતા. જે છેલ્લાં છ વર્ષમાં સૌથી વધારે સંખ્યા હતી. 2010માં 54 કાશ્મીરી યુવાનો ત્રાસવાદમાં જોડાયા હતા. 
 
આ પછી 2011માં ત્રાસવાદ સાથે જોડાતાં કાશ્મીરી યુવકોની સંખ્યામાં ઘટાડો થયો હતો. 2011માં  23 યુવાનો ત્રાસવાદ સાથે જોડાયા હતા. 2014માં 53 અને 2015માં 66 ત્રાસવાદમાં જોડાયા.  ઉલ્લેખનિય છે કે કાશ્મીરમાં પાકિસ્તાન દ્વારા આતંકવાદને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને તેના દ્વારા યુવાનોને નાણાં પુરાપાડીને ગેર માર્ગે દોરવામાં આવે છે.
આગળ વાંચો, વધુ વિગતો
 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો