• Gujarati News
  • National
  • NSUI Protest Against Student Group Banned In IIT Madras Issue, Outside Smriti Irani's Residence

સ્મૃતિ ઈરાનીના ઘરની બહાર કોંગ્રેસીઓ અને NSUIના વિદ્યાર્થીઓ કર્યું વિરોધ પ્રદર્શન

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી: એનએસયુઆઈ વિદ્યાર્થીઓ અને કોંગ્રેસના સભ્યો દ્વારા આજે બીજેપીના માનવ સંશાધન મંત્રી સ્મૃતિ ઈરાનીના ઘરની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. મદ્રાસ આઈઆઈટી પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હોવાથી આ વિદ્યાર્થીઓ અને કોંગ્રેસી સભ્યો દ્વારા આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે.
શું છે વિવાદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા કેન્દ્ર સરકારની નીતિઓની ટીકા કરવા સંદર્ભે મળેલી ફરિયાદ બાદ આઈઆઈટી (ઈન્ડિયન ઈનસ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી) મદ્રાસના દલિત સ્ટુડન્ટ્સ યુનિયનના ડિસકશન ફોરમ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે, સંસ્થાને ફરિયાદ મળી હતી કે, ચોક્કસ સંગઠન એસસી (શિડ્યુલ્ડ કાસ્ટ્સ) તથા એસટી (શિડ્યુલ્ડ ટ્રાઈબ્સ)ના વિદ્યાર્થીઓને એકઠા કરીને હિન્દીના ઉપયોગ તથા બીફ (ગૌમાંસ) પર પ્રતિબંધ જેવી મોદી સરકારની નીતિઓની સતત ટીકા કરી રહ્યું છે. આઈઆઈટી કેમ્પસમાં આંબેડકર પરિયાર સ્ટુડન્ટ્સ સર્કલની પ્રવૃત્તિઓ અંગે સતત મળતી ફરિયાદ બાદ માનવ સંશાધન વિકાસ મંત્રાલય (એચઆરડી) દ્વારા જવાબ માગવામાં આવ્યો હતો.
એક તરફી બેન
મિનિસ્ટ્રીના પત્ર બાદ તા. 24મી મેના આઈઆઈટી ડીન (સ્ટુડન્ટ્સ) શિવકુમાર એમ શ્રીનિવાસનએ દલિત સ્ટુડન્ટ્સ ગ્રુપ (એપીએસસી)ના સંયોજકોને ઈમેલ મોકલીને તાત્કાલિક અસરથી તેમની પ્રવૃત્તિઓને અટકાવવા જાણ કરી હતી. દલિત સંગઠનનો આરોપ છે કે, એચઆરડી મિનિસ્ટ્રીના પત્ર બાદ જ આઈઆઈટી દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ ફરિયાદ પાછળ કેટલી ડાબેરી સંસ્થાઓનો હાથ હોવાનું જણાવાય છે. ગ્રુપના કહેવા પ્રમાણે, તેમની દલીલો સાંભળવામાં આવી ન હતી. એપીએસસીના એક સભ્યના કહેવા પ્રમાણે, અમે વાંધો નોંધાવીએ છીએ. અમને સ્પષ્ટતા કરવાની તક આપ્યા વગર જ અમાન્ય જાહેર કરી દેવામાં આવ્યા છે. અમને ડીન તરફથી મળેલા પત્રમાં એવું જણાવવામાં આવ્યું છે કે અમે વિવાદાસ્પદ પ્રવૃત્તિઓમાં સામેલ છીએ. અમારું વલણ સ્પષ્ટ છે. અમે સંસ્થા દ્વારા મળેલી સુવિધાઓનો દુરૂપયોગ નથી કર્યો. "
અન્ય સમાચારો પણ છે...