તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રિપોર્ટમાં ખુલાસોઃ 10 સૌથી ગંદા રાજ્યોમાં 5માં NDA, સિક્કિમ સૌથી સ્વચ્છ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભોપાલ/નવી દિલ્હીઃ દેશના સૌથી સ્વચ્છ રાજ્યમાં સિક્કિમ નંબર એક પર છે. સાફ-સફાઈ મામલે આ રાજ્યને સૌથી વધારે 98.2નો અંક મળ્યા છે. જ્યારે, કેરળ 96.4 અંક સાથે બીજા ક્રમાંકે છે. નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ(એનએસએસઓ)ના તાજેરતમાં આવેલા રિપોર્ટમાં આ ખુલાસો થયો છે. આ યાદીમાં મિઝોરમનો નંબર ત્રીજો છે. આ રાજ્યના 95.8 અંક છે. જ્યારે, સૌથી ગંદા રાજ્યોમાં ઝારખંડ નંબર વન છે. એમપી ચોથા સ્થાને છે. જ્યારે મોદીએ જેને 'મોડલ' રાજ્ય કહ્યું છે, તે ગુજરાત આ યાદીમાં 14માં નંબર પર છે.
બીજું શું છે આ રિપોર્ટમાં..
- કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે દિલ્હીમાં તાજેતરમાં આ રિપોર્ટ સુપ્રત કર્યો હતો.
- એનએસએસઓએ ગત વર્ષે મે-જૂનમાં આ સર્વે કર્યો હતો. દેશના 26 રાજ્યોના 3,788 ગામડાઓ તેમાં સામેલ કર્યાં હતાં.
- જ્યારે, આ ગામડાના 73,176 ઘરોની મુલાકાત લઈને સાફસફાઈની સમીક્ષા કરી હતી.
- વડાપ્રધાન મોદીનો ગઢ અને 'મોડલ રાજ્ય' ગુજરાત આ યાદીમાં 14માં સ્થાને છે.
- 10 સૌથી ગંદા રાજ્યોમાંથી પાંચમાં ભાજપ અને એનડીએ સત્તારૂઢ છે. જ્યારે આંધ્ર પ્રદેશ અને મહારાષ્ટ્ર અનુક્રમે 15 અને 16માં નંબરે છે. આ રાજ્યોમાં પણ બીજેપી સત્તામા ભાગીદાર છે.
- ઓગસ્ટ 2015ના સર્વે રિપોર્ટમાં દમોહ દેશનું સૌથી ગંદુ શહેર હતું.
પાંચ સૌથી સ્વચ્છ રાજ્ય
1. સિક્કિમ - 98.2 અંક
2. કેરળ - 96.4 અંક
3. મિઝોરમ - 95.8 અંક
4. હિમાચલ પ્રદેશ - 90.1 અંક
5. નાગાલેન્ડ - 88.6 અંક
પાંચ સૌથી ગંદા રાજ્યો

1. ઝારખંડ - 17.7 અંક
2. છત્તીસગઢ - 19.9 અંક
3. ઓડિશા - 24.8 અંક
4. મધ્ય પ્રદેશ - 24.8 અંક
5. ઉત્તર પ્રદેશ - 27.3 અંક
ચાર પેરામીટર પર 100 અંક

- શૌચાલય બનેલું છે. ઉપયોગ થઈ રહ્યું છે - 40 અંક
- રોડની આસપાસ કચરો તો નથીને - 30 અંક
- સ્કૂલ, પંચાયતની આસપાસની સ્થિતિ - 20 અંક
- ગલીઓમાં કીચડ તો નથીને - 10 અંક
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો