તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દીકરાના સુસાઇડના છ મહિના પછી સીલબંધ રૂમ ખોલ્યો તો લાગ્યો આંચકો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગ્વાલિયર: 30 જાન્યુઆરીના રોજ પોલીસ કસ્ટડીમાંથી ભાગીને સુસાઇડ કરનારા શિવમ ભદૌરિયાની મોતના મામલામાં નવો વળાંક આવ્યો છે. ઘટના પછી થાટીપુર સ્થિત શકુંતલાપુરીમાં જે દોસ્તના ફ્લેટમાં શિવમે સુસાઇડ કર્યું હતું તેને ત્યારથી પોલીસે સીલ કરી દીધું હતું. ત્યારબાદ થાટીપુર પોલીસની પરવાનગી લઇને શિવમના પરિવારજનો તેનો સામાન લેવા માટે ફ્લેટ પર પહોંચ્યા અને ફ્લેટ ખોલ્યો તો તેઓ ચોંકી ગયા.
 
વાંચો કસ્ટડીથી લઇને સુસાઇડ સુધી
 
- શિવમની મા ઉષા ભદૌરિયાએ જણાવ્યું કે ફ્લેટમાં જે પંખાથી લટકીને શિવમે ફાંસી લગાવી હતી, તે ઘટનાના સમયે વાંકો હતો તો સીલ થયેલા રૂમમાં પંખો સીધો કોણે કરી દીધો. શિવમનું વજન 95 કિલો હતું, એટલે પંખો વાંકો થઇ ગયો હતો. રૂમનો સામાન પણ એ રીતે વિખરાયેલો પડ્યો હતો જાણે કોઇએ રૂમને ફંફોસ્યો હોય. કંઇક ગરબડ તો ચોક્કસપણે થઇ છે.
 
30 જાન્યુઆરી: કસ્ટડીથી લઇને સુસાઇડ સુધી
 
- ગોલાકા મંદિર સ્થિત હનુમાનનગરમાં રહેતા બાદશાહ સિંહ ભદૌરિયાના દીકરા શિવમ ઉર્ફ શૈલેન્દ્રને પડાવ પોલીસે કસ્ટડીમાં લીધો હતો. કોમલ બંસલ નામની યુવતીનો મોબાઇલ નવેમ્બર 2016માં ચોરી લેવામાં આવ્યો હતો, જે મામલામાં પોલીસે અંકિત નામના યુવકને પકડ્યો તો તેણે પોલીસને કહ્યું કે તેમાં તેનો સાથી શિવમ પણ સામેલ હતો.
- પોલીસ અંકિતને લઇને હનુમાનનગર પહોંચી જ્યાં શિવમને હાથકડી પહેરાવીને લાવી જ રહ્યા હતા કે તે ત્યાંથી ભાગી ગયો. આગલા દિવસે સવારે પોલીસને શિવમના શકુંતલાપુરીમાં હોવાની ખબર મળી, જ્યાં તે પોતાના દોસ્તના ફ્લેટમાં ફાંસી પર લટકેલો મળ્યો.
 
ત્યારે પણ માએ કહ્યું હતું- ફાંસી ન ખાઇ શકે મારો દીકરો
 
- ઘટના પછી શિવમની મા ઉષા અને પિતા બાદશાહનો આરોપ હતો કે તેમનો દીકરો ફાંસી ન લગાવી શકે. ફ્લેટમાં જ્યારે આ ઘટનાની જાણ થઇ તો તેમને અંદર પણ ન ઘૂસવા દીધા. ઉષાએ જણાવ્યું કે પહેલા જ ગરબડની આશંકા હતી અને હવે જ્યારે સીલબંધ રૂમ ખોલવામાં આવ્યો તો તેમાં વાંકા પંખાનો કોણ સીધો કરીને જતું રહ્યું?
- ઘટના સમયે વીડિયોગ્રાફી કરાવવામાં આવી હતી.
 
યશવંત ગોયલ, ટીઆઇ, થાટીપુર પોલીસ-સ્ટેશન
 
આગળની સ્લાઇડ્સમાં જુઓ ફોટાઓ...
અન્ય સમાચારો પણ છે...