નવી દિલ્હી: દિલ્હી પોલીસે પૂર્વ કાયદા મંત્રી સોમનાથ ભારતી સાથેની તપાસ વધારી દીધી છે. મંગળવારે ઉત્તર પ્રદેશના આગ્રામાં આમ આદમી પાર્ટીની ઓફિસમાં દરોડા પાડવામાં
આવ્યા હતાં. જ્યારે બીજી બાજુ ભારતીએ હાઈકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી છે.
નોંધનીય છે કે ભારતી પર તેની પત્ની લીપિકાએ મારપીટનો આરોપ લગાવ્યો છે. આ ઘટનામાં દિલ્હીની એક કોર્ટે બીનજામીન પાત્ર વોરન્ટ જાહેર કર્યું છે.
આપ સમર્થકોએ કર્યો હોબાળો ભારતીની તપાસમાં આગ્રા પહોંચેલી દિલ્હી પોલીસે જ્યારે પાર્ટીની ઓફિસમાં દરોડા પાડ્યા ત્યારે બહાર ઊભેલા સમર્થકોએ હોબાળો કર્યો હતો.
દિલ્હી હાઈકોર્ટે આપી રાહત
દિલ્હી હાઈકોર્ટે આપના એમએલએ સોમનાથ ભારતીને બે દિવસની રાહત આપી છે. કોર્ટે સૂચના આપી છે કે દિલ્હી પોલીસ હજુ તેમની બે દિવસ સુધી એટલે કે 17 સપ્ટેમ્બર સુધી ધરપકડ કરી શકશે નહિં.
પોલીસે માંગી ભારતીના કુતરાની કસ્ટડી
દિલ્હી પોલીસ ભારતીના કુતરાની તપાસ પણ કરી રહી છે. પોલીસે કોર્ટથી ભારતના પાલતુ કુતરાની કસ્ટડી લેવાની પણ માગણી કરી હતી. પોલીસનું માનવું હતું કે, ભારતીએ તેના
પાલતુ કુતરા સાથે લીપિકાને બટકું ભરાવ્યું હતું. સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે ભારતીની આગોતરા જામીન અરજી રદ કરનાર એડિશનલ સેશન જજ સંજય ગર્ગને
પોલીસે જણાવ્યું છે કે, તેઓ ભારતીના ડૉન નામના પાલતુ કુતરાની કસ્ટડી લેવા માગે છે. લીપિકાએ આરોપ લગાવ્યો છે કે, માર્ચ 2013માં ડૉને ભારતીના કહેવાથી તેના પર હુમલો કર્યો
હતો. તે સમયે તે પ્રેગ્નેન્ટ હતી. નોંધનીય છે કે, લીપિકાએ માલવીય નગરથી આપના એમએમએ સોમનાથ ભારતી પર બે વખત જીવથી મારી દેવાનો આરોપ લગાવ્યો છે.
વકીલે પુછ્યું કેવી રીતે થશે કૂતરા સાથે પૂછપરછ?
ભારતીના વકીલ વિજય અગ્રવાલે કોર્ટમાં દલીલ કરી છે કે, તેઓ સમજી નથી શકતા કે , પોલીસે કેવી રીતે કૂતરાની પૂછપરછ કરવાનું કે તેનું નિવેદન રેકોર્ડ કરવાનો નિર્ણય કર્યો છે?
ઓફિસરોએ કુતરાની કસ્ટડી માગવાનું કારણ આપવાની ના પાડી છે, કહ્યું છે કે તપાસ ચાલુ છે. ભારતી સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું કે ડૉન હાલ પરિવાર સાથે છે.
ક્યારે નોંધાયો કેસ?
ગયા સપ્તાહમાં દિલ્હીના પૂર્વ કાયદામંત્રી સોમનાથ ભારતી સામે તેમની પત્ની લીપિકા મિત્રાના નિવેદનના આધારે ફરિયાદ નોંધી છે. લીપિકાએ સોમનાથ ભારતી પર ઘરેલુ હિંસા અને મેન્ટલી ટોર્ચરિંગનો આરોપ લગાવ્યો છે.
કઈ કલમ અંર્તગત કેસ નોંધવામાં આવ્યો છે?
ભારતી સામે દિલ્હીના દ્વારકા નોર્થના પોલીસ સ્ટેશનમાં બુધવારે આઈપીસી કલમ 307 (હત્યા કરવાનો પ્રયત્ન) અને 498 (એ) (સાથી સાથે ક્રૂરતા) અને 323 (જાણી જોઈને નુકસાન કરવું) તે અંર્તગત કેસ દાખલ કરવામાં આવ્યો છે
અત્યાર સુધી શું
-7 જુલાઈ 2015 કોર્ટે ભારતીની આગોતરા જામીન રદ કરી દીધી. કોર્ટનું કહેવું છે કે, અરજી પ્રીમેચ્યોર હતી. કારણ કે તે સમયે ભારતી સામે કોઈ એફઆઈઆર દાખલ થઈ નહોતી
- જૂન 2015માં લીપિકાએ સોમનાથ ભારતી પર મારપીટ સહિત અન્ય પણ ઘણાં આરોપ લગાવ્યા. વુમન કમિશનમાં ફરિયાદ નોંધાવામાં આવી હતી. લીપિકાનું કહેવું છે કે ભારતીએ 2010માં તેની સાથે માર-પીટ કરી હતી
- લીપિકાના આરોપનો સોમનાથે જવાબ આપતા કહ્યું કે, તે નહોતી ઈચ્છતી કે હું મારી માતા સાથે રહું, તે ઈચ્છતી હતી કે હું રાજકારણ છોડી દઉં. ભારતીના જણાવ્યા પ્રમાણે તેણે લીપિકાની વાત ન માની હોવાથી લીપિકા તેના પર આવા આરોપ લગાવી રહી છે.