તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવે CBSE શાળાઓની ફી નક્કી કરશે, સ્કૂલબાયલોઝ રિવ્યૂ કમિટીની રચના કરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી: કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (સીબીએસઈ) આગામી એક મહિનામાં નક્કી કરી લેશે કે દેશમાં સૌથી વધુ ફી કઈ સ્કુલની હોઈ શકે છે અને કેટલી હોવી જોઇએ? તેની આકારણી સ્કુલ દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતી સુવિધા અનુસાર કરવામાં આવશે. તેના માટે બોર્ડે સ્કુલ બાયલોઝ રિવ્યૂ કમિટીની રચના કરી છે. આ માહિતી બોર્ડના ચેરમેન આર. કે. ચતુર્વેદીએ આપી હતી.

તમામ સ્કૂલોને 31 ઓક્ટોબર સુધી પોતાની સ્કૂલ ફી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની માહિતી બોર્ડને આપવાની રહેશે

સીબીએસઈ દેશભરની શાળાઓ માટે એક આદેશ બહાર પાડવા જઈ રહ્યું છે. તેમાં શાળાઓને એ પૂછવામાં આવ્યું છે કે તેઓ કેટલી ફી વસૂલે છે અને તેના બદલામાં વિદ્યાર્થીઓને કઈ સુવિધાઓ આપે છે? શાળાઓએ આ માહિતી પોતાની વેબસાઇટ ઉપર 31 ઓક્ટોબર સુધી કોઈ પણ ભોગે અપલોડ કરવા ઉપરાંત સીબીએસઈને મોકલાવવી જરૂરી છે. તેમાં સ્કુલોને એમ પણ પૂછવામાં આવ્યું છે કે તેઓ વિદ્યાર્થીઓ પાસેથી કેટલી ફી લે છે? સ્કુલનો વિસ્તાર કેટલો છે? એનઓસી છે કે નહીં? સીબીએસઈ પાસેથી માન્યતા ક્યારે મેળવી? બોર્ડનાં જનસંપર્ક અધિકારી રમા શર્માએ જણાવ્યું હતું કે બોર્ડના એફિલિયેશન બાયલોઝનાં ચેપ્ટર 2ના ક્લોઝ 11માં ફેરફાર સંદર્ભે આ તમામ માહિતી માગવામાં આવી રહી છે.

બાળકોને અપાતી સુવિધાઓના આધારે ફી નક્કી થશે
સ્કુલના ક્લાસરૂમ કેવા છે? સ્માર્ટ ક્લાસરૂમ છે કે નહીં? ભણવાની સુવિધા ફિઝિકલ મોડ ઉપર જ છે કે વર્ચ્યુઅલ મોડ ઉપર પણ છે? ક્લાસ રૂમ ઉપરાંત સાયન્સ લેબ, બાયોલોજી અને ફિઝિક્સની લેબ કેવાં સ્તરની છે?. શું શાળામાં રમત-ગમતની સુવિધા છે? ઇન્ડોર ગેમ્સની સુવિધા છે? સ્વિમિંગપુલ છે કે નહીં? કેન્ટીન છે કે નહીં? મેડિકલ અને આરોગ્યની શું સુવિધાઓ છે?

સલામતી વ્યવસ્થા

શાળામાં બાળકોની સલામતી અંગે પણ સવાલ ઊભા થાય છે. તેવામાં પૂછવામાં આવ્યું છે કે વિદ્યાર્થીનીઓ અને શિક્ષિકાઓની સલામતી માટે શાળાએ શું પગલાં લીધાં છે. સ્કુલમાં ફાયર એલાર્મ છે કે નહીં? ફાયર વિભાગ પાસેથી સેફ્ટી એનઓસી લીધી છે કે નહીં? સ્કુલમાં પીવાનાં પાણીનું પ્રમાણપત્ર છે કે નહીં?
પરિવહન વ્યવસ્થા

પરિવહનનો ખર્ચ બાળકો પાસેથી કેટલો લેવામાં આવે છે? શાળા પાસે પોતાની કેટલી બસો અને ગાડીઓ છે? બાળકો ઉપરાંત સ્કુલ ચેરમેન, પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલ પાસે પોતાની ખાનગી કાર કેટલી છે? શિક્ષિકાઓ માટે પરિવહનની શું વ્યવસ્થા છે?
અન્ય સમાચારો પણ છે...