• Gujarati News
  • Now A New Type Of Passport, Photo Will Be Give All The Information

હવે નવા પ્રકારના પાસપોર્ટ, ફોટો જ આપશે બધી માહિતી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિદેશ મંત્રાલયે હાઇ સિકયુરિટી સાથેના નવા પાસપોર્ટ જારી કર્યા છે. લેટર સ્ક્રીન ઇમેજ ટેક્નોલોજી સાથેના આ અતિ સુરક્ષાત્મક પાસપોર્ટમાં ફોટો સાથે કોઇ પણ પ્રકારની છેડછાડ કરી શકાશે નહીં. આવા કોઇ પણ પ્રકારના ગોટાળાને એરપોર્ટ પર લાગેલા વિશેષ મશીન તુરંત જ પકડી લેશે.

તિરુચિરાપ્પલી પ્રદેશમાંથી પાસપોર્ટ માટે અરજી કરનારાઓને શુક્રવારથી જ નવા પ્રકારના પાસપોર્ટ મળશે. મંત્રાલયે પાસપોર્ટની કિંમતમાં કોઇ જ વધારો કર્યો નથી. પાસપોર્ટમાં ફોટો વિવરણ બદલીને તેનો દુરુપયોગ કરવાના કેસને અટકાવવા માટે અમેરિકા, ફ્રાન્સ, ઇંગ્લેન્ડ અને કેનેડા વગેરે દેશોએ પાસપોર્ટમાં આમૂલ પરિવર્તન કર્યું છે.

હવે ભારતમાં ૨૦મી મેથી અતિ સુરક્ષિત એલએસઆઇ ટેક્નોલોજીવાળા નવા પાસપોર્ટ જારી કરી દેવાયા હતા. બરેલી કાર્યાલય સૌપ્રથમ નવા બુકલેટ પર પાસપોર્ટ આપવાનું શરૂ કરી દીધું છે. કેમ કે, અહીં જુની બુકલેટ નહિ હોવાથી નવી બુકલેટમાં પાસપોર્ટ આપવાનું શરૂ કરી દીધું છે.

- તસવીરમાં બધી જ માહિતી હશે

નવા પાસપોર્ટ ટેમ્પરપ્રૂફ હશે. તેના પ્રથમ,બીજા અને છેલ્લા બે પેજ લેમિનેટેડ હશે. પહેલા પાના પછીના બીજા પેજ પરની તસવીરમાં પાસપોર્ટધારકનું વિવરણ આધારે તસવીર હશે. એલએસઆઇ ટેક્નોલોજી, લેટર સ્ક્રીન ઇમેજથી તૈયાર થયેલા આ તસવીરમાં પાસપોર્ટ ધારકના નામ ઉપરાંત તેના વિષેની અન્ય તમામ જરૂરી માહિતી હશે. આમ તો, આ માહિતી મેગ્નીફાઇનંગ લેન્સથી જ વાંચી શકશે. પણ, એક વિશેષ મશીનમાં પાસપોર્ટ મૂકતા જ તસવીરમાં છુપાયેલી તમામ વિગતો કમ્પ્યૂટર સ્ક્રીન પર આવી જશે. આ વિશેષ મશીન એરપોર્ટ પર મુકાશે.