નોકિયા ઓછી કિંમતના 4જી, 3જી ફોન બજારમાં લોન્ચ કરશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ઓક્ટો. સુધીમાં લુમિયા 830 રજૂ થશે

નવી દિલ્હી: નોકિયા લુમિયા ૮૩૦ ભારતના બજારમાં પોતાનો હિસ્સો વધારવા અને ટેલિકોમ કંપનીઓની ૪જી સેવા શરૂ કરવાની યોજનાનો લાભ લેવાના ઉદ્દેશે નોકિયાની ભારતમાં સસ્તી કિંમતના ૪જી અને ૩જી ફોન વેચવાની યોજના છે. કંપનીની યોજના ઓક્ટોબર સુધીમાં પોતાનો લેટેસ્ટ ૪જી લુમિયા ૮૩૦ રજૂ કરવાની છે. ટેક્સ વગર આ ફોનની કિંમત લગભગ ૨૬,૦૦૦ રૂપિયા હશે. મોઇક્રોસોફ્ટ મોબાઇલ ડિવાઇસ સેલના કોર્પોરેટ વાઇસ પ્રેસિડેન્ટ ક્રિસ વેબરે જણાવ્યું અમે પોતાની કિંમતોમાં ઘટાડો કરવા માગીએ છીએ. આ ૪જી અને ૩જી બન્ને માટે છે. આનાથી અમને પોતાની સ્થિતિ મજબૂત બનાવવામાં મદદ મળશે.

4G લુમિયા 635 અંદાજે ~11300માં

નોકિયાનો સૌથી સસ્તો ૪જી લુમિયા ૬૩૫ લગભગ ૧૧,૩૦૦ રૂપિયાનો છે પરંતુ આ ફોન ભારતીય બજારમાં ઉપલબ્ધ નથી. વેબરે જણાવ્યું ભારતીય ટેલિકોમ કંપનીઓની ૪જી સેવાઓનો ભરપૂર ફાયદો ઉઠાવી શકાય તેના માટે અમે ૬૩૫ જેવા એલટીઇ ડિવાઇસના મામલામાં કિંમત ઓછી રાખવાના પ્રયાસો કરી રહ્યા છીએ.

સસ્તા 4Gફોન પૂરતા ઉપલબ્ધ નથી

પૂરતી સંખ્યામાં સસ્તા ૪જી ફોન ઉપલબ્ધ નહીં હોવાથી ભારતમાં અત્યાર સુધી ઘણી ટેલિકોમ કંપનીઓએ ૪જી સેવા શરૂ કરી નથી. જોકે આ ઉપરાંત પણ અન્ય ઘણા કારણો હોવાથી કંપનીઓ અત્યાર સુધી એલટીઇ સર્વિસ શરૂ કરી શકી નથી. ૪જીમાં ગ્રાહકને ૩જી કરતાં ૧૦-૧૨ ગણી સ્પીડ મળશે.