તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Pakistan Rangers Refused To Take Sweet From Indian Side

પરંપરા તૂટી : ઈદ પર મીઠાઈનું આદાન-પ્રદાન નહીં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(વાઘા સરહદ પર દરરોજ સાંજે ઝંડો ઉતારવાનો કાર્યક્રમ થાય છે. તે પ્રસંગની ફાઈલ તસવીર.)

*બંને દેશોની સરહદો પર પ્રવર્તમાન તણાવની અસર
*પાકિસ્તાને ન સ્વીકારી મીઠાઈ

અમૃતસર : ભારત અને પાકિસ્તાનની વચ્ચે પ્રવર્તમાન તણાવની અસર સરહદ પર જોવા મળી હતી. બંને દેશો વચ્ચે વાઘા સરહદ પર ઈદના તહેવાર નિમિતે પરંપરાગત રીતે થતું મીઠાઈનું આદાન-પ્રદાન થયું ન હતું.

રવિવારે ભારતની બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને પાકિસ્તાન રેન્જર્સના કમાન્ડર્સની વચ્ચે મુલાકાત થઈ હતી. જેમાં સોમવારે ઈદના તહેવાર નિમિતે મીઠાઈના આદાનપ્રદાન માટે સમય પુછવામાં આવ્યો હતો. પરંતુ પાક રેન્જર્સે સહકાર આપ્યો ન હતો અને સમય આપવાનો ઈન્કાર કરી દીધો હતો.

બીએસએફના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, તેમણે કોઈ કારણ આપ્યું ન હતું પરંતુ જમ્મુમાં પાકિસ્તાન દ્વારા ઉશ્કેરણી વગર કરવામાં આવતા ફાયરિંગને જવાબદાર માનવામાં આવે છે. બંને દેશો વચ્ચે આ પરંપરા વર્ષોથી ચાલી આવી છે અને ગમે તેવા સંજોગોમાં તેને ચાલુ રાખવામાં આવે છે. તેને સદ્દભાવનાના પ્રતિકરૂપે જોવામાં આવે છે. બંને દેશોના અર્ધલશ્કરી દળોનાં અધિકારીઓ તેમના સત્તાવાર ડ્રેસમાં હાજર રહીને મીઠાઈઓ ખવડાવે છે.

જો કે મળતી માહિતી પ્રમાણે, સાંજે ઝંડો ઉતારવાની વિધિ નિર્ધારિત સમયે અને રીતે જ થશે. આવા પ્રંસગો પર મોટી સંખ્યામાં લોકો સરહદની બંને બાજુએ હાજર હોય છે. ઉત્સાહભેર આ પ્રકારનાં કાર્યક્રમોમાં ભાગ લેતા હોય છે. બીએસએફના ડીઆઈજી એમ.એફ ફારુખીના કહેવા પ્રમાણે, દર ઈદ વખતે બીએસએફ દ્વારા મીઠાઈ મોકલવામાં આવે છે. પ્રથમ વખત તેમણે સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે. જેના કારણે સદ્દભાવને અસર પહોંચે છે. અહીં નાગરિક વિસ્તારોમાં પાક. ગોળીબારથી પાંચ લોકોનાં મોત થયા છે અને 29 લોકોને ઈજા પહોંચી છે.

અરણિયામાં પ્રવર્તમાન સ્થિતિ અંગે વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો.