નવી દિલ્હી: ચીનના નેવીએ સ્વીકાર્યું છે કે સમુદ્રમાં ભારતને ઘેરવું મુશ્કેલ છે ચીનની પીપુલ્સ લિબરેશન આર્મીના નેવીના અગ્રણી ઓફિસર કેપ્ટન વી જીયાઓડોંગે શાંઘાઈમાં ભારતીય પત્રકારો સાથે વાતચીત દરમિયાન જણાવ્યું છે કે, સમુદ્ર વિસ્તારમાં સ્ટ્રિંગ ઓફ પર્લ્સ રણનીતી અંર્તગત ભારતને ઘેરવું શક્ય જ નથી. તેમણે જણાવ્યું છે કે, ભારતને ચીની નૌસેનાના પોત અથવા સબમરીન પાકિસ્તાન જેવા દેશની મુલાકાતમાં ચિંતા ન કરવી જોઈએ. ડોંગે સ્પષ્ટ કહ્યું છે કે, હિન્દ મહાસાગારમાં સબમરીન સમુદ્રના આતંકનો સામનો કરવા માટે જ ગઈ છે. તાજેતરમાં જ ભારતે શ્રીલંકાના કોલંબો અને પાકિસ્તાનના કરાચી બંદરગાહ પર ચીની સબમરીન હાજરીનો વિરોધ કર્યો છે.
ચીન ડરાવા નથી ઈચ્છતુ
ડોંગે કહ્યું છે કે ચીનની નીતિ રક્ષાત્મક છે. તેમણે કહ્યું છે કે, અમે બીજા દેશોને ડરાવવા માટે હિંદ મહાસાગરમાં મોટી શક્તિની ભૂમિકા ભજવવા નથી માગતા. કેપ્ટન ડોંગે ભારતીય પત્રકારોને જણાવ્યું છે કે, ચીન આ વિસ્તારમાં પોતાનો અધિકાર જમાવવા અથવા સમુદ્રી સીમામાં સૈન્ય તાકાતનો વિસ્તાર કરવાનો કોઈ ઈરાદો નથી. ડોંગના જણાવ્યા પ્રમાણે તેઓ 1987થી નૌસેનામાં છે અને તેઓ હિન્દ મહાસાગરમાં કદી યુદ્ધ જહાજ લઈને નથી ગયા.
શું છે સ્ટ્રિંગ્સ ઓફ પર્લ્સ થીયરી?
સ્ટ્રિંગ્સ ઓફ પર્લ્સ થીયરી પાછળ ચીનનો હેતુ હિન્દ મહાસાગરમાં તેમની પ્રવૃતિ વધારવાનો છે. આ દ્વારા ચીન તેમના વિસ્તારમાં નેટવર્ક વધારવા માગે છે. ચીન આ થીયરીની મદદથી સમુદ્રી વિસ્તારમાં સૈન્ય અને વેપારી ગતીવિધીઓ માટે સમુદ્ર લાઈન બનાવવાની સાથે સાથે પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, માલદીવ અને સોમાલીયા જેવા દેશમાં તેમનો સીધો સંપર્ક કરવા માગે છે. સ્ટ્રિંગ્સ ઓફ પર્લ્સ થીયરીનો ઉપયોગ અંદાજે 10 વર્ષ પહેલા અમેરિકી રક્ષા મંત્રાલયે એશિયામાં ઉર્જાના ભવિષ્ય માટે બનાવવામાં આવેલા ખાનગી રિપોર્ટમાં જણાવવામા આવ્યું હતું. પેટાંગનના આ રિપોર્ટમાં ચીન દ્વારા સમુદ્રમાં તૈયાર કરવામાં આવતા મોતીની માહિતી આપવામાં આવે છે.