કોર્ટમાં હાજર થયેલા કેજરીવાલની ધરપકડ ન થઇ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નાટયાત્મક દ્રશ્યો વચ્ચે અદાલત સમક્ષ હાજર રહેલા આમ આદમી પાર્ટીના અરિંવદ કેજરીવાલ, પ્રશાંત ભૂષણ અને અન્ય લોકોને સમન્સ સંબંધમાં અદાલત સમક્ષ હાજર થયા હોવાથી ધરપકડ કર્યા વિના બીજી મુદત આપવામાં આવી હતી.

કેજરીવાલ ,ભૂષણ અને મનીષ સિસોદિયા સહિતના ૨૩ લોકોએ જામીન માટે રજુઆત કરવા ઇનકાર કરતાં કેસની મુદતે તેઓ હાજર રહેવા તૈયાર હોવાથી તેમની ધરપકડના આદેશ આપ્યા નહોતા. ભૂષણે પ્રાથમિક આદેશમાં જામીન પર મુકત શબ્દનો ઉપયોગ ના થાય તેની સામે ખાસ વાંધો લીધો હતો. ન્યાયાધીશે ત્યારબાદ આદેશમાંથી તે શબ્દ દૂર કર્યો હતો.

આમ આદમી પાર્ટીના ટેકેદારોથી અદાલત ખંડ ખીચોખીચ હતો.આદેશ થઇ રહ્યો હતો ત્યાર તેઓ પોકાર કરી રહ્યા હતા કે જામીન નથી જોઇતા, જામીન નથી જોઇતા. તમામ આરોપીઓ મુદતે હાજર રહેશે એવી અદાલતને ખાતરી થતાં તેમને ધરપકડ વિના જવા દીધા હતા અને આગળની મુદત આપી હતી. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ જય થરેજાએ જણાવ્યું હતુંકે ૨૩ ફેબ્રુઆરીના રોજ આગળની સુનાવણી હાથ ધરવામાં આવશે.

ગયા ઓગસ્ટ મહિનામાં કોલસા ખાણ ફાળવણીમાં થયેલી ગેરરીતિને કારણે સરકારી તિજોરીને મોટે પાયે નુકસાન પહોંચ્યું હોવાના વિરોધમાં વડાપ્રધાન નિવાસે પ્રતિબંધક કલમ અમલી હોવા છતાં દેખાવો કરવા બદલ આ તમામ સામે કેસ દાખલ થયો હતો.