• Gujarati News
  • Nitish Speaks In Ramlila Ground During Adhikar Rally

બિહારને અન્ય રાજ્યોની જેમ વિકાસ કરવાનો પૂરો અધિકાર છેઃ નીતિશ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બિહારને વિશેષ રાજ્યના દરજ્જા માટે બિહારના મુખ્યપ્રધાન નિતિશકુમારે આજે દિલ્હીમાં રામલીલા મેદાનમાં અધિકાર રેલીનું આયોજન કર્યું છે. 2014માં યોજાનારી લોકસભાની ચૂંટણી અગાઉ નિતિશની આ અધિકાર રેલીને રાજકીય પંડિતો શક્તિ પ્રદર્શન પણ ગણાવી રહ્યા છે. આ રેલીમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા નિતિશે જણાવ્યું હતું કે, દિલ્હીમાં સૌપ્રથમ વખત બિહારના લોકોએ તેમનો અધિકાર મેળવવા માટે આટલા મોટા પ્રમાણમમાં એકત્રિત થઈને પ્રદર્શન કરવું પડ્યું છે. બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો અપાવવા માટે જનમેદનીને સંબોધતા નિતિશે કહ્યું હતું કે યે તો સીર્ફ અંગળાઈ હે, પૂરી લડાઈ અભી બાકી હે.

બિહાર અનેક ક્ષેત્રે પછાત ગણાય છે છતાં તેને વિશેષ રાજ્યનો દરજ્જો નથી આપવામાં આવતો. બિહારમાં નાલંદા વિશ્વવિદ્યાલય આવેલું છે જે વિશ્વનું સૌથી મોટું વિદ્યાલય ગણાય છે. પરંતુ આજે શું કારણ છે કે બિહારના લોકોને અભ્યાસ અને રોજગારઅર્થે બિહાર છોડીને અન્ય રાજ્યમાં જવું પડે છે.

બિહારના લોકોને ઉચ્ચ અભ્યાસ માટે તેમનું રાજ્ય છોડીને દિલ્હી સહિત અન્ય શહેરોમાં જવું પડે છે. ઈતિહાસ સાક્ષી છે કે ગાંધીજીએ ચંપારણમાં સત્યાગ્રહ કર્યા પછી જ દેશમાં આઝાદીની ચળવળે જોર પકડ્યું હતું. તો આજે શા માટે બિહાર અન્ય રાજ્યો કરતાં પાછળ રહી ગયું છે. દેશમાં સૌથી નીચી માથાદીઠ આવક બિહારમાં જોવા મળે છે. રાષ્ટ્રીય સરેરાશ કરતાં બિહાર ઘણું જ પાછળ હોવાનું નિતિશે જણાવ્યું હતું.

વિસ્તૃત અહેવાલ વાંચવા તસવીર આગળ સ્ક્રોલ કરો...