તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નીતીશનું લાલુને અલ્ટિમેટમ તેજસ્વી 4 દિવસમાં હોદ્દો છોડે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પટણા: જેડીયુએ તેજસ્વીના રાજીનામા અંગે આગામી 4 દિવસમાં નિર્ણય લેવાનું રાજદને અલ્ટિમેટમ આપ્યું છે. જો આ સમયગાળા દરમિયાન રાજદ કોઇ નિર્ણય નહીં લે તો જેડીયુ ફરી એક વાર તેના પર ચર્ચા કર્યા પછી કોઇ નિર્ણય લેશે તેવો કડક સંકેત આપ્યો છે. દરમિયાન,  બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમારે મંગળવારે પોતાનું મૌન તોડીને સ્પષ્ટ કર્યું કે તેઓ સહયોગી લાલુ યાદવ અને તેમના પુત્ર તેજસ્વી યાદવ પાસેથી શું ઇચ્છે છે. નીતીશકુમારે તેજસ્વીને કડક સંદેશો આપ્યો છે કે તેઓ પોતાને નિષ્કલંક પુરવાર કરે અથવા હોદ્દો છોડી દે. 

નીતીશકુમારનો ઇરાદો રજૂ કરતા જેડીયુના પ્રવક્તા નીરજકુમારે જણાવ્યું કે જે લોકો ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહ્યા છે તેઓએ જનતાનો સામનો કરવો જોઇએ અને પોતાને નિષ્કલંક પુરવાર કરવા જોઇએ. અમને વિશ્વાસ છે કે  તેઓ એવું જ કરશે. જેડીયુએ રાજીનામું આપવા માટે તેજસ્વી પર કોઈ દબાણ કર્યું નથી. તેમણે એવું પણ જણાવ્યું કે અમને ખબર છે કે ગઠબંધન ધર્મ કેવી રીતે નિભાવવામાં આવે છે. અમે છેલ્લા સમય સુધી તેનું પાલન કરીશું પરંતુ અમને આશા છે કે આરોપો અંગે જનતાનો સામનો જરૂર કરાશે. 

બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ સહિત લાલુ પરિવારના સભ્યો સામે ભ્રષ્ટાચારના મામલામાં કેન્દ્રીય એજન્સીઓના વધી રહેલા શકંજા વચ્ચે રાજ્યના મુખ્યપ્રધાન નીતીશકુમારે મંગળવારે જેડીયુની મહત્વની બેઠક યોજી છે. આ બેઠકમાં નીતીશકુમારે તેજસ્વીના મુદ્દા અંગે સખત વલણના સંકેત આપ્યા છે.
અન્ય સમાચારો પણ છે...