નીતિશ કુમારના કેબિનેટની આજે થશે જાહેરાત, 16 મંત્રી લઈ શકે છે શપથ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પટનાઃ સીએમ તરીકે શપથ લીધા બાદ આજે (શનિવારે) નીતિશ કુમારે પોતાના કેબિનેટનું વિસ્તરણ કર્યું. જેડીયૂના વિજેન્દ્ર પ્રસાદ યાદવ, પ્રેમ કુમાર, રાજીવ રંજને મંત્રીપદના શપથ લીધા. ગુરુવારે નીતિશ કુમારે સીએમ પદના અને બીજેપીના સુશીલ કુમાર મોદીએ ઉપમુખ્યમંત્રીપદના શપથ લીધા હતા. શુક્રવારે JDU-BJP ગઠબંધને બિહાર વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ જીતી લીધો હતો. કુલ 26 ધારાસભ્યોએ મંત્રીપદના શપથ લીધા હતા, જેમાં જેડીયુના 14 અને 11 બીજેપી અને એક એલજેપીના ધારાસભ્યોનો સમાવેશ થાય છે. બીજેપીના મંગળ પાંડેએ પણ શપથ લેવાના હતા, પરંતુ તેઓ રાજ્ય બહાર હોવાને કારણે પહોંચી શક્યા ન હતા. તેઓ પછીથી શપથ લેશે. આ રીતે નીતિશ કેબિનેટમાં મંત્રીઓની સંખ્યા 27 થઈ ગઈ છે.
 
આ મંત્રીઓએ શપથ લીધા
 
1) વિજેન્દ્ર પ્રસાદ યાદવઃ સુપૌલથી જેડીયૂના ધારાસભ્ય છે. 2000થી સતત ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવ્યા છે. અગાઉની સરકારમાં ઉર્જા મંત્રી હતા.
2) પ્રેમ કુમારઃ અતિ પછાત વર્ગમાંથી આવે છે. 7 વાર ધારાસભ્ય રહ્યા. ગયાથી બીજેપીના ધારાસભ્ય છે. અગાઉની સરકારમાં નેતા વિપક્ષ પણ રહી ચૂક્યા છે.
3) શ્રવણ કુમારઃ નાલંદાથી જેડીયૂના ધારાસભ્ય છે. અગાઉની સરકારમાં પણ મંત્રી હતા.
4) રાજીવ રંજન સિંહ ઉર્ફે લલન સિંહઃ નીતિશના નિકટતમ છે અને લાલુ-નીતિશ ગઠબંધન દરમિયાન PWD મંત્રી રહી ચૂક્યા છે. લોકસભા અને રાજ્યસભા મેમ્બર પણ રહી ચૂક્યા છે.  
5) નંદકિશોર યાદવઃ બીજેપીના ધારાસભ્ય છે. પહેલા પણ બિહારમાં મંત્રી રહી ચૂક્યા છે.
6) રામનારાયણ મંડલઃ બીજેપીના ધારાસભ્ય અને પાર્ટીના વાઇસ પ્રેસિડન્ટ છે.
7) જય કુમાર સિંહઃ દિનારા સીટથી જેડીયૂના ધારાસભ્ય છે. અગાઉની સરકારમાં પણ મંત્રી હતા.
8) પ્રમોદ કુમારઃ પૂર્વી ચંપારણથી બીજેપીના ધારાસભ્ય છે.
9) કૃષ્ણ નંદન વર્માઃ ઘોસીથી જેડીયૂના ધારાસભ્ય છે. અગાઉની સરકારમાં પણ મંત્રી હતા.
10) મહેશ્વર હજારીઃ કલ્યાણપુરથી જેડીયૂના ધારાસભ્ય છે. રામવિલાસ પાસવાનના સંબંધી છે અને અગાઉની સરકારમાં પણ મંત્રી હતા.
11) વિનોદ નારાયણ ઝાઃ બીજેપીના ધારાસભ્ય છે.
12) શૈલેષ કુમારઃ જમાલપુરથી જેડીયૂના ધારાસભ્ય છે. અગાઉની સરકારમાં પણ મંત્રી હતા.
13) સુરેશ કુમાર શર્માઃ મુજફ્ફરપુરથી બીજેપીના ધારાસભ્ય છે.
14) કુમાર મંજૂ વર્માઃ ચેરિયા બરિયારપુરથી જેડીયૂના ધારાસભ્ય છે. અગાઉની સરકારમાં પણ મંત્રી હતા.
15) વિજય કુમાર સિન્હાઃ લખીસરાયથી બીજેપીના ધારાસભ્ય છે.
16) સંતોષ નિરાલાઃ રાજપુરથી જેડીયૂના ધારાસભ્ય છે. અગાઉની સરકારમાં પણ મંત્રી હતા.
17) રાણા રણધીર સિંહઃ મધુબનથી બીજેપીના ધારાસભ્ય છે.
18) ખુર્શીદ ઉર્ફે ફિરોજ અહમદઃ સિકટાથી જેડીયૂ ધારાસભ્ય છે. અગાઉની સરકારમાં પણ મંત્રી હતા.
19) વિનોદ કુમાર સિંહઃ પ્રાણપુરથી બીજેપીના ધારાસભ્ય છે.
20) મદન સાહનીઃ ગૌરાબોરામથી જેડીયૂ ધારાસભ્ય છે. અગાઉની સરકારમાં પણ મંત્રી હતા.
21) કૃષ્ણ કુમાર ઋષિઃ બનમનખીથી બીજેપી ધારાસભ્ય છે.
22) કપિલ દેવ કામતઃ બાબૂબરહીથી જેડીયૂ ધારાસભ્ય છે.
23) દિનેશ ચંદ્ર યાદવઃ સહરસાના સિમરી બખ્તિયારપુરના જેડીયૂ ધારાસભ્ય. પહેલીવાર બન્યા મંત્રી
24) રમેશ ઋષિદેવઃ સિહેશ્વરથી જેડીયૂના ધારાસભ્ય. દલિત સમુદાયમાંથી આવે છે.
25) બ્રજ કિશોર બિંદઃ ચૈનપુરથી બીજેપીના ધારાસભ્ય. પહેલીવાર બન્યા મંત્રી
26) પશુપતિ કુમાર પારસઃ અલૌલીથી લોજપાના ધારાસભ્ય. રામવિલાસ પાસવાનના ભાઈ. લોજપાના પ્રદેશ અધ્યક્ષ પણ છે.
 
શુક્રવારે નીતિશે જીત્યો વિશ્વાસનો મત
 
આરજેડી અને કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપનો સાથ લઈ શુક્રવારે નીતિશ કુમારે વિશ્વાસનો મત જીત્યો હતો. જેમાં નીતિશને 131 વોટ મળ્યા હતા, જ્યારે આરજેડી-કોંગ્રેસ ગઠબંધનને 108 વોટ મળ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...