વગર કરાણે અધિરા થાય છે નીતિશ : રાજ્યપાલ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(બુધવારે રાષ્ટ્રપતિ પાસે નીતિશ કુમારે ધારાસભ્યોની પરેડ કરાવી તે સમયની તસવીર)
*બિહારના ગવર્નર હોર્સ ટ્રેડિંગને પ્રોત્સાહન આપતા હોવાનો પૂર્વ CMએ મુકેલો આરોપ
પટણા:
બિહારના પૂર્વ મુખ્યપ્રધાન નીતિશ કુમારે આરોપ મુક્ય હતો કે કેન્દ્ર સરકારના ઈશારે બિહારના કાર્યકારી રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠી કામ કરી રહ્યાં છે. જો કે ત્રિપાઠીએ આ આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે નીતિશ બિનજરૂરી રીતે અધીરા બની રહ્યાં છે.

રાજ્યપાપાલ કેસરીનાથ ત્રિપાઠીના કહેવા પ્રમાણે, "બિહારના પૂર્વ મુખ્યપ્રધાન નીતિશ કુમારે તા. 20મી ફેબ્રુઆરીના વિશ્વાસમત લેવો જોઈએ. તેઓ બિનજરૂરી રીતે અધિરા બની રહ્યાં છે. હતાશામાં તેઓ આવા નિવેદનો કરી રહ્યાં છે. જે યોગ્ય નથી. તેઓ 24-48 કલાકમાં વિશ્વાસનો મત લેવા માંગે છે. પરંતુ બંધારણીય રીતે તે યોગ્ય નથી. મેં વિચારીને જ નિર્ણય લીધો છે. વર્તમાન મુખ્યપ્રધાન (માંઝીને) તા. 20મીએ બંને ગૃહોમાં બહુમત લેવા કહ્યું છે." અગાઉ પટણા હાઈકોર્ટે નીતિશ કુમારની ગૃહના નેતા તરીકેને વરણીને ગેરકાયદેસર ઠેરવી હતી સાથે જ સ્પષ્ટ કર્યું હતું કે, આ અંગે રાજ્યપાલ દ્વારા અંતિમ નિર્ણય લેવામાં આવશે. જેડીયુના નેતા તરીકે નીતિશ કુમારની વરણીને પણ યોગ્ય ઠેરવી હતી.

ગુરૂવારે નીતિશ કુમારે આરોપ મુક્યો હતો કે, કેન્દ્ર સરકારની 'સ્ક્રિપ્ટ' પર બિહારના રાજ્યપાલ કામ કરી રહ્યાં છે. તેમણે તા. 20મી ફેબ્રુઆરીના વિશ્વાસમત લેવાનો સમય આપ્યો છે. જેના કારણે 'હોર્સ ટ્રેડિંગ' (ધારાસભ્યોની ખરીદ વેંચાણ)ને પ્રોત્સાહન મળી શકે છે. ભાજપ અને કેન્દ્ર આ કામમાં લાગેલા હોવાનો આરોપ પણ નીતિશ કુમારે મુક્યો હતો.

ઉલ્લેખનીય છેકે કેસરીનાથ ત્રિપાઠી પશ્ચિમ બંગાળના રાજ્યપાલ છે. સાથે જ તેમને બિહારનો પણ પ્રભાર સોંપવામાં આવ્યો છે.