તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોદીએ ખેડૂતોને આપેલો વાયદો તોડ્યો, તેમની આવક ગ્રુપ ડીથી પણ ઓછી- નીતીશ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પટના. દેશના વિવિધ ભાગોમાં ઉગ્ર બની રહેલા ખેડૂત આંદોલનને લઈને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે મોદી સરકાર પર મોટો હુમલો કર્યો છે. સોમવારે પ્રેસ કોન્ફરન્સ કરીને નીતિશ કુમારે ખેડૂતો માટે રાષ્ટ્રીય નીતિ નહીં બનાવવાને લઈને મોદી સરકારની ટીકા કરી અને ખેડૂતોને આપેલો વાયદો તોડ્યો હોવાનો આરોપ મૂક્યો. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પર કરવામાં આવેલી ટિપ્પણીના સંબંધમાં નીતિશે બીજેપી અધ્યક્ષ અમિત શાહ ઉપર પણ નિશાન સાધ્યું. નીતિશના નિશાના પર કૃષિ મંત્રી રાધામોહન સિંહ પણ રહ્યા જેમના ખોટા યોગ આસનની મુખ્યમંત્રીએ મજાક ઉડાવી. નીતિશે સાથોસાથ વડાપ્રધાન મોદીને બિહાર અને ઉત્તર પ્રદેશમાં હાલ ચૂંટણી  આયોજીત કરવાનો પડકાર પણ ફેંક્યો.
 
મોદી રાજમાં દેશ સંકટમાંથી પસાર થઈ રહ્યો છે
 
- સોનિયા ગાંધીએ બોલાવેલી બેઠકમાં નીતિશ કુમાર ગેરહાજર રહ્યા બાદ એવી ચર્ચાઓએ વેગ પકડ્યો હતો કે નીતિશ મોદી તરફ ઝૂકી રહ્યા છે.
- પરંતુ સોમવારે ઘણા દિવસો બાદ બિહારના મુખ્યમંત્રીએ મોદી સામે સીધો હુમલો કરતા કહ્યું કે દેશ સંકટના સમયમાંથી પસાર થઈ રહ્યો છે.
- નીતિશે કહ્યું કે 2014ની ચૂંટણી પહેલા બીજેપીએ ખેડૂતોના મુદ્દે તમામ વોટ હાંસલ કર્યા હતા.
- નીતિશે વધુમાં કહ્યું, "મોદીજી બીજેપીના વડાપ્રધાનપદના ઉમેદવાર હતા. તેઓએ ખેડૂતોને લઈને અનેક વાયદા કર્યા હતા."
- "એ વાતો બીજેપીના ઘોષણાપત્રમાં સામેલ કરવામાં આવી હતી. નીતિશ કુમારે કહ્યું કે, આજે ખેડૂતોને પોતાના પાકની યોગ્ય કિંમત નથી મળી રહી."   
 
"હું બિહારમાં ફરી ચૂંટણી કરાવવા તૈયાર છું"
 
- બિહારમાં ફરી ચૂંટણી કરાવવાના ઉત્તર પ્રદેશના ઉપ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યના નિવેદન પર નીતિશે કહ્યું- હું તેના માટે તૈયાર છું. પરંતુ એક શરત છે.
- બિહારની સાથોસાથ ઉત્તર પ્રદેશમાં પણ ચૂંટણી યોજાવી જોઈએ. તેની સાથે જ બિહાર અને ઉત્તર પ્રદેશના ચૂંટાયેલા સાંસદોની પણ ફરી ચૂંટણી થવી જોઈએ. જોઈ લઈએ કે કોણ જીતે છે?  
 
ખેડૂતો સાથે થઈ રહ્યો છે અન્યાય
 
- ખેડૂતોના સંકટ સંબંધમાં રાષ્ટ્રીય સ્તર પર નીતિ ન બનાવવાને લઈને નીતિશ કુમારે મોદી સરકારની ટીકા કરી.
- નીતિશે કહ્યું કે સૌથી પહેલા તો ખેડૂતો માટે ઉત્પાદન મૂલ્યનું નિર્ધારણ હોવું જોઈએ.
- તેઓએ મંદસૌર ઘટના અને મહારાષ્ટ્રાના ખેડૂત આંદોલનોના સંદર્ભમાં કહ્યું કે કોઈ સમસ્યા ઊભી થતા લોન માફ કરી દેવું જેવા ઉપાયો તાત્કાલિક તો રાહત આપે છે પરંતુ કૃષિ સંકટ દૂર નથી થતું. 
અન્ય સમાચારો પણ છે...