તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેં કોઇ ભૂલ કરી નથી, લાંચના નિવેદન મુદ્દે ગડકરીનો ખુલાસો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- લોકોને કહ્યું હતું, વોટના બદલે જે મળે તે લઇ લેજો

નવી દિલ્હી: કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરીનું કહેવું છે કે મહારાષ્ટ્રના લાતુરમાં ચૂંટણી સભા દરમિયાન તેમણે કોઇ ખોટી વાત કરી નથી. જેથી માફી માગવાનો સવાલ જ પેદા થતો નથી. ગડકરીએ એક ચેનલ સાથે વાતચીતમાં જણાવ્યું,મારા નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે. મેં લોકોને કહ્યું હતું કે તેમને ઓફર કરવામાં આવી રહેલા પૈસા માટે વોટ ન કરો, પરંતુ પોતાના ભવિષ્ય માટે વોટ કરો. તેમણે જણાવ્યું કે લક્ષ્મીથી તેનો અર્થ લક્ષ્મી માતાની પૂજા સાથે હતો પૈસા સાથે નહીં.

ઉલ્લેખનીય છે કે ગડકરીએ શનિવારે લાતુરમાં જણાવ્યું હતું કે, મને લોકોનો ચહેરો વાંચીને તેમનું ભવિષ્ય જણાવતા આવડે છે. આગામી 10 દિવસમાં તમને લક્ષ્મી દર્શનનો અવસર જરૂર મળશે. લક્ષ્મીને ના ન પાડતા પરંતુ વોટ બીજેપીને આપવાનું ભૂલતાં નહીં. તેમણે કોંકણના સાવંતવાડીમાં પત્રકારોને પણ જણાવ્યું હતું, આગામી 10-12 દિવસમાં તમે પત્રકારોને લક્ષ્મીના દર્શન થશે. જે પણ મલે તેને રાખી લો.