તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Nigerians Living Illegally Goa Diport Government Touch Ambassador

નાઈઝિરીયાની ધમકીઃ કહ્યુ, તો ભારતીયોનો પણ એ જ હાલ થશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગોવામાં ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહેલા નાઈઝિરીયન નાગરિકોનો મુદ્દો ગરમાવા લાગ્યો છે. ગોવાના મુખ્યપ્રધાન મનોહર પારિકરે નાઈઝિરીયન નાગરિકાને તેના દેશમાં પરત ફરવા આદેશ આપ્યા છે. તો વળી નાઈઝિરીયાએ પણ તેના દેશમાં રહેતા ભારતીય નાગરિકો સાથે આ જ પ્રકારનું વર્તન કરવાની ધમકી આપી છે.

મુંબઈ સ્થિત વાણિજ્ય દૂતાવાસના મદદનીશ જેકબ ન્વાદાદિયાએ કહ્યુ છે કે, 'ગોવામાં નાઈઝિરીયાઈઓને જો હેરાન કરવામાં આવશે, તો નાઈઝિરીયામાં રહેતા ભારતીયોને પણ ત્યાંથી ભગાડી મૂકવામાં આવશે.' ત્યારબાદ દિલ્હીમાં વિદેશ મંત્રાલય તથા નાઈઝિરીયાઈ દૂતાવાસના અધિકારીઓ વચ્ચે વાતચીત થઈ હતી. જાણવા મળી રહ્યુ છે કે આ બેઠકમાં બંન્ને પક્ષ વચ્ચે કેટલાક મુદ્દાઓ પર પરસ્પર સમજૂતી સધાઈ છે.

ગોવાના મુખ્યમંત્રી મનોહર પારિકર ગત સપ્તાહે એક હિંસક ઘટના બન્યા બાદ વણસેલી સ્થિતિને લઈ આપ્યો હતો. જો કે હવે તેમણે નાઈઝિરીયાના લોકો વિરૂદ્ધ નોંધાયેલા નાના-નાના કેસ પરત ખેંચવા તૈયાર થયા છે.

આગળ વાંચોઃ શું કહી રહ્યુ છે ભારતીય વિદેશ મંત્રાલય, શું છે સમગ્ર મુદ્દો કે જેને લઈ સર્જાયો વિવાદ ?