તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુપી વિધાનસભામાં મળેલા વિસ્ફોટકની NIA તપાસ શરૂ, આતંકીએ યોગીને આપી હતી ધમકી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી: યુપી વિધાનસભામાં વિસ્ફોટક મળ્યા પછી આ કેસની તપાસ કરવા ATS અને  NIAની ટીમ વિધાનસભા પહોંચી ગઈ છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આદેશ પછી એનઆઈએ વિસ્ફોટક કાંડની તપાસમાં જોડાઈ ગઈ છે. આ સાથે જ  NIA વિસ્ફોટક અને જૈશ-એ-મોહમ્મદના કનેક્શનની પણ તપાસ કરી રહી છે. કારણ કે જૈશ-એ- મોહમ્મદે થોડા દિવસ પહેલા ઓડિયો ટેપ જાહેર કરીને યોગી આદિત્યનાથને ધમકી આપી હતી.  
 
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આદેશ પછી શુક્રવારે મોડી રાત્રે બંને ટીમોએ વિધાનસભાનો ખૂણે-ખૂણો તપાસી લીધો હતો. બંને ટીમ સીસીટીવી કેમરાની પણ તપાસ કરી રહી છે. નોંધનીય છે કે, યોગીએ શુક્રવારે મોડી સાંજે સુરક્ષાને ધ્યાનમાં રાખીને હાઈલેવલ મીટિંગ પણ કરી હતી. તેમાં ગૃહ સચિવ, ડીજીપી, એનઆઈએ, એટીએસ અને ઈન્ટેલિજન્સ પોલીસ ઓફિસર પણ હાજર હતા. આ મીટિંગમાં વિધાનસભાની સુરક્ષાને વધારે કડક બનાવવા વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી. 
 
જૈશ-એ-મોહમ્મદે યોગીને આપી હતી ધમકી

આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ધમકી આપી હતી. આ ધમકી આતંકી મસૂદ અઝહર દ્વારા આપવામાં આવી હતી અને એક સહયોગી દ્વારા તેનો ઓડિયો રેકોર્ડ કરાવવામાં આવ્યો હતો. આ ધમકીમાં યુપીના મુખ્યમંત્રી યુપી સામે ઝેર ઓકવામાં આવ્યું હતું. આ મેસેજમાં આતંકી મસુદ અઝહરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં કરેલી ઇઝરાયેલ મુલાકાત સામે પણ ગુસ્સો વ્યક્ત કર્યો હતો. 
 
યોગીએ કરી આ અપીલ
 
1.તમામ કર્મચારીઓનું પોલીસ વેરિફિકેશન થાય.
2. સિક્યુરિટી માટે નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવે.
3. NIA જેવી સંસ્થા આ મામલાની તપાસ કરે.
4. ફોન અંદર ન લાવો, લાવો તો સાઇલેન્ટ રાખો.
5. પાસ વગર વિધાનસભામાં એન્ટ્રી ન આપો.
6. જવાબદાર લોકોને સિક્યુરિટી સોંપવામાં આવે.
7. સિક્યુરિટી માટે યુનિફોર્મ સિસ્ટમ હોવી જોઈએ.
8. મેમ્બર્સ સિક્યુરિટી તપાસમાં સહયોગ આપે.
 
ક્યારે અને ક્યાંથી મળ્યો વિસ્ફોટક?
 
વિસ્ફોટક વિરોધ પક્ષના નેતાની સીટ નજીક મળ્યો છે. ટેસ્ટમાં ખબર પડી કે આ પાઉડર પ્લાસ્ટિક એક્સપ્લોસિવ છે પરંતુ તે ડેટોનેટર સાથે જ કામ કરે છે, માત્ર પાઉડરથી વિસ્ફોટ થતો નથી. 
13 જુલાઈની સાંજે વિધાનસભાની અંદરથી તે મળ્યો હતો. આ વિસ્ફોટક 50 થી 60 ગ્રામની માત્રમાં મળ્યો હતો. શંકાસ્પદ પાઉડર મળ્યાની સૂચના સૌથી પહેલા સીએમને આપવામાં આવી હતી. પરંતુ કોઈ હંગામો ન થાય તે માટે ગૃહની કાર્યવાહી પૂરી થવાની રાહ જોવામાં આવી હતી.
 
કેવી રીતે ગૃહમાં પહોંચ્યો વિસ્ફોટક પાઉડર?
 
વિસ્ફોટક પાઉડર યુપી વિધાનસભા ગૃહમાં કેવી રીતે પહોંચ્યો તે સૌથી મોટો સવાલ છે. યુપી વિધાનસભામાં એન્ટ્રી માટે અતિ ચુસ્ત સુરક્ષામાંથી પસાર થવું પડે છે. એટલું જ નહીં વિધાનસભામાં માત્ર ધારાસભ્યો, મંત્રીઓ, સફાઈ કર્મચારી અને માર્શલ્સને જ જવાની મંજૂરી છે.
 
શું છે PETN?
 
આ એક ખૂબ જ ખતરનાક વિસ્ફોટક છે. જે ડિટોનેટર સાથે મોટો ધડાકો કરવામાં સક્ષમ છે. પીઈટીએન રંગહીન અને ગંધહીન હોય છે. તેને મેટલ ડિટેક્ટર દ્વારા પણ શોધવાનું કામ મુશ્કેલ છે, પરંતુ ડૉગ સ્કવોડથી ઓળખી શકાય છે.
 
કોંગ્રેસે શું કહ્યું?
 
કોંગ્રેસના નેતા અખિલેશ પ્રતાપ સિંહે કહ્યું કે, રાજ્યની સુરક્ષાનું સત્ય સામે આવી ગયું છે. વિધાનસભામાં વિસ્ફોટકો મળવા હેરાન કરનારી વાત છે. આ લોકો વિધાનસભાને સુરક્ષિત નથી રાખી શકતા તો જનતાને કેવી રીતે રાખશે?
 
PETNનો અગાઉ ક્યાં થયો હતો ઉપયોગ
 
2011માં દિલ્હી હાઈકોર્ટ્માં થયેલા ધડાકામાં પીઈટીએનનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની વાત સામે આવી હતી. 2009માં નોર્થવેસ્ટ એરલાઈન્સમાં પણ આ વિસ્ફોટકની મદદથી ધડાકો કરવાની કોશિશ થઈ હતી. તેની 100 ગ્રામ માત્રા એક કારનો ઉડાવવા પૂરતી છે.
 
અન્ય સમાચારો પણ છે...