તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગંગા કિનારે 100 મીટર સુધી 'નો ડેવલપમેન્ટ ઝોન', કચરો ફેંક્યો તો 50 હજારનો દંડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી: નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા હરિદ્વારથી ઉન્નાવ સુધી ગંગાના કિનારાથી 100 મીટર દૂર સુધીના વિસ્તારને નો ડેવલપમેન્ટ ઝોન જાહેર કરી દેવામાં આવ્યો છે. એનજીટીએ કહ્યું છે કે, આ સ્ટ્રિપથી કિનારા સુધીના 500 મીટર સુધીના વિસ્તારમાં કોઈ પણ વ્યક્તિ કચરો ફેંકી શકશે નહીં. ટ્રિબ્યુનલના જણાવ્યા પ્રમાણે યુપીનું કામ છે કે, તેઓ ચામડાના કારખાના જાજમઉથી ઉન્નાવ અથવા ક્યાંય પણ, જ્યાં તેમને ઠીક લાગે ત્યાં શિફ્ટ કરી દે. આ કામ તેમણે 6 સપ્તાહની અંદર કરવું પડશે. નોંધનીય છે કે, ઉત્તરાખંડ હાઈકોર્ટે ગંગાને જીવતી નદીનો દરજ્જો આપ્યો છે. જોકે હાઈકોર્ટના આ નિર્ણય પણ સુપ્રીમ કોર્ટે સ્ટે લગાવી દીધો છે. મધ્ય પ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણે પણ નર્મદાને જીવતી નદીનો દરજ્જો આપવાની જાહેરાત કરી દીધી છે.
 
બીજું શું કહ્યું NGTએ?
 
- એનજીટીએ કહ્યું, જો કોઈ પણ વ્યક્તિ ગંગામાં કચરો નાખશે તો તેને રૂ. 50,000 એન્વાયરમેન્ટ કમ્પનસેશન તરીકે આપવા પડશે.
- ટ્રિબ્યુનલે યુપી અને ઉત્તરાખંડને ગંગા અને તેની સહાયક નદીઓના ઘાટ પર થતી ધાર્મિક ગતિવિધિઓ માટે એક ગાઈડલાઈન બનાવવાનો પણ આદેશ આપ્યો છે.
- ટ્રિબ્યુનલના આદેશનું પાલન કરવામાં આવી રહ્યું છે કે નહીં તેના ઉપર નજર રાખવા માટે એનજીટીને સુપરવાઈઝર કમિટી પણ બનાવવામાં આવી છે. ટ્રિબ્યુનલે રિપોર્ટ અને તેમના 543 પેજના નિર્ણયમાં તેમનો આ આદેશ આપ્યો છે. 
 
ઉત્તરાખંડ HCએ નિર્ણયમાં શું કહ્યું હતું?

- 20 માર્ચે ઉત્તરાખંડ હાઈકોર્ટે કહ્યું હતું કે, ગંગાને ધર્મગ્રંથોમાં સૌથી પવિત્ર નદીનું સ્થાન આપવામાં આવ્યું છે. તેથી આપણે તેને જીવતી નદી તરીકે જોઈ રહ્યા છીએ. living entityનો દરજ્જો આપવાનો અર્થ એ થાય છે કે, ગંગાને હવે તે જ અધિકારો મળશે જે કોઈ માણસને દેશનો કાયદો અને સંવિધાન આપે છે.
- સામાન્ય ભાષામાં કહીએ તો, કોઈ માણસ ગંગા નદીને પ્રદૂષિત કરે તો તેની સામે તે જ કાર્યવાહી કરવામા આવશે જે કોઈ વ્યક્તિને નુકસાન પહોંચાડવા સામે કરવામાં આવે છે.
- સરકારે લુપ્ત થયેલી સરસ્વતીને શોધવાના બહુ પ્રયત્નો કર્યા પરંતું ગંગા માટે કશું કર્યું નથી. જો ગંગાના મામલે પૂરતું ધ્યાન આપવામાં આવ્યું હોત તો આ નદી પણ પહેલાની જેમ તેના ગુમાવેલા વહેણ અને ગૌરવને મેળવી શકી હોત.
 
ઉત્તરાખંડ સરકારે સુપ્રીમમાં કરી હતી અપીલ

- ગંગા, યમુના અને તેની સહાયક નદીઓ વિશે આ નિર્ણયને ઉત્તરાખંડ સરકારે સુપ્રીમમાં પડકાર્યો હતો. અરજીમાં પૂછવામાં આવ્યું હતું કે, જો પૂરમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય તો શું નદીથી પીડિત લોકો રાજ્યના ચીફ સેક્રેટરી પાસે વળતર માટે અપીલ કરી શકે છે?  જો આવુ થયું તો રાજ્ય સરકાર તેમને પૈસા આપી શકશે.
- ત્યારપછી સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડ હાઈકોર્ટના ગંગા નદીના જીવીત દરજ્જાના નિર્ણય પર સ્ટે લગાવી દીધો છે. 
 
દુનિયામાં આવો બીજો કેસ

- કોઈ નદીને આ પ્રમાણેનો દરજ્જો આપવાનો દુનિયાનો આ બીજો કેસ છે. ન્યૂઝીલેન્ડની પાર્લામેન્ટના હેંગનુઈ નદીને બચાવવા માટે તેને living entityનો દરજ્જો આપવામાં આવ્યો હતો. આ નદી 145 કિલોમીટર લાંબી છે. 
અન્ય સમાચારો પણ છે...