તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે થશે UPના CMની જાહેરાત, મનોજ સિન્હાએ કાશી વિશ્વનાથના કર્યા દર્શન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લખનઉઃ  અહીંના લોકભવનમાં મળેલી વિધાયક દળની મીટિંગમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે યોગી આદિત્યનાથની નિમણૂક કરવામાં આવી છે. કેન્દ્રીય નિરીક્ષક તરીકે વેંકૈયા નાયડુ અને પાર્ટીના જનરલ સેક્રેટરી ભુપેન્દ્ર યાદવ સીએમનું નામ નક્કી કરવા હાજર રહ્યા હતા. રવિવારે કાંશીરામ સ્મૃતિ ઉપવનમાં શપથ ગ્રહણ સમારોહ યોજાશે. કેશવ પ્રસાદ મોર્યને ડેપ્યુટી સીએમ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. કેશવ મોર્ય ઉત્તર પ્રદેશ ભાજપના પ્રમુખ છે અને રાજ્યની વિધાનસભા ચૂંટણી જીતાડવામાં તેમનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે. કેશવ સાથે દિનેશ વર્માની ડેપ્યુટી સીએમ તરીકે વરણી કરવામાં આવી છે.
યુપી સંભાળવું સરળ નથી, બે સાથી જોઈશે - યોગી આદિત્યનાથ

- સીએમ પદ મળ્યા બાદ યોગી આદિત્યનાથે જણાવ્યું કે, ‘ઉત્તર પ્રદેશ જેવું રાજ્ય સંભાળવું સરળ નથી. તેથી મને બે સાથીઓ જોઈશે.’
- વૈંકેયા નાયડૂએ જણાવ્યું કે, બેઠકમાં તમામ ધારાસભ્યોએ યોગી આદિત્યનાથના નામ પર મોહર લગાવી હતી. સુરેશ ખન્નાએ આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
- વૈંકેયા નાયડૂએ જણાવ્યું કે, ઉત્તર પ્રદેશની સરકારનો મુખ્ય મુદ્દો માત્ર વિકાસ, વિકાસ અને વિકાસ જ રહેશે.
 
યોગી આદિત્યનાથનું વાસ્તવિક નામ છે અજય સિંહ નેગી
 
- યોગી આદિત્યનાથનું વાસ્તવિક નામ અજય સિંહ નેગી છે. તેમનો જન્મ 5 જૂન,1972ના રોજ ઉત્તરાખંડમાં થયો છે.
- આદિત્યનાથે ગઢવાલ વિશ્વવિદ્યાલયમાંથી ગણિતમાં બીએસસીની ડિગ્રી મેળવી છે.
- ગોરખનાથ મંદિરના મહંત અવૈદ્યનાથે તેમને પોતાના ઉત્તરાધિકારી જાહેર કર્યા હતા, જે બાદ તેઓ રાજકારણમાં આવ્યા.
- યોગી આદિત્યનાથના નામે સૌથી નાની ઉંમર (26 વર્ષ)માં સાંસદ બનવાનો રેકોર્ડ છે. તેમણે 1998માં પ્રથમ વખત લોકસભા ચૂંટણી હતી. જે બાદ આદિત્યનાથ 1999, 2004, 2009 અને 2014માં સતત લોકસભા ચૂંટણી જીત્યા છે.
- 2014માં ગોરખનાથ મંદિરના મહંત અવૈદ્યનાથના અવસાન બાદ તેમને મહંત એટલેકે પીઠાધીશ્વર તરીકે પસંદ કરવામાં આવ્યા.
- યોગી આદિત્યનાથ ભાજપના સાંસદ હોવાની સાથે હિન્દુ યુવા વાહિનીના સંસ્થાપક પણ છે.
 
સવારે કેશવ મૌર્યએ દિલ્હીમાં અમિત શાહ સાથે કરી મુલાકાત
 
આજે દિલ્હીમાં અમિત શાહના નિવાસ સ્થાને કેશવ પ્રસાદ મૌર્યએ તેમની સાથે મુલાકાત કરી હતી. મુલાકાત બાદ યોગી આદિત્યનાથને ચાર્ટર્ડ પ્લેન દ્વારા તાત્કાલિક દિલ્હી બોલાવવામાં આવ્યા હતા. જેથી યોગીને સીએમ પદ આપવાના સંકેત મળ્યા હતા.
 
કાંશીરામ સ્મૃતિ ઉપવનમાં થશે શપશ ગ્રહણ સમારોહ
 
-19 માર્ચે સરકારનો શપશ ગ્રહણ સમારોહ લખનઉના કાંશીરામ સ્મૃતિ ઉપવનમાં થશે. ગવર્નર રામ નાઈકે ખુદ આની જાણકારી આપી છે.
- એક પ્રોગ્રામમાં નાઈકે કહ્યું કે, સુખદ સંયોગ છે કે સંસ્કૃતિ ઉત્સવ 17 થી 19 માર્ચ સુધી ચાલશે અને 19 માર્ચે રાજ્યના નવા સીએમ સહિત મંત્રીમંડળનો શપશ સમારોહ કાંશીરામ સ્મૃતિ ઉપવનમાં થશે.
- આ પહેલા એવું કહેવામાં આવતું હતું કે શપથ ગ્રહણ સમારોહ લખનઉમાં લો માર્ટીનિયર કોલેજ ગ્રાઉન્ડમાં થશે.
 
મોદીના કારણે મોટા સ્ટેજની જરૂર
 
-ઓફિસરોનું કહેવું છે કે સમારોહમાં પીએમ મોદી સામેલ થવાના હોવાના કારણે મોટા સ્ટેજની જરૂર પડશે. આ સ્થિતિમાં બે સ્ટેજ બનાવવામાં આવી શકે છે. એક સ્ટેજ પર શપથ ગ્રહણ થશે, જેના પર સીએમ ઉપરાંત શપથ લેનારા ધારાસભ્યો ઉપસ્થિત રહેશે. બીજો સ્ટેજ પીએમ મોદી સહિત આશરે 30 વીવીઆઈપી માટે બનાવાશે.
- ઘણા સીએમ અને તથા કેન્દ્રીય નેતાઓ આ શપથગ્રહણ સમારોહમાં હાજર રહેશે.
 
આવી હશે સિક્યુરિટી
 
- શપથ ગ્રહણ સમારોહ માટે 7 એસપી, 24 એએસપી, 50 ડેપ્યુટી એસપી, 550 ઈન્સ્પેક્ટર, 3370 સિપાહી, 18 કંપની પેરા મિલિટ્રી ફોર્સ, 16 કંપની પીએસી, 500 ટ્રાફિક પોલીસ તહેનાત કરવામાં આવશે. આ ઉપરાંત આઈજી ઝોન લખનઉને નોડલ ઓફિસર બનાવાયા છે.
- આ સમગ્ર પ્રોગ્રામ ડીડી સિક્યુરિટીની દેખરેખમાં થશે.
 
આ લોકો હતા સીએમ પદની દોડમાં
 
1. સિદ્ધાર્થનાથ સિંહ
 
 - સિંહ નેશનલ સેક્રેટરી છે અને લાલ બહાદુર શાસ્ત્રીના પૌત્ર છે. તેઓ કેશવ મૌર્ય કે મનોજ સિન્હાની જેમ સાંસદ નથી પરંતુ આ વખતે ચૂંટણી જીતેલા ધારાસભ્ય છે. તેઓ પશ્ચિમ બંગાળમાં બીજેપીનો કાર્યભાર સંભાળી ચૂક્યાં છે. અહીંયા ગઇ વિધાનસભા ચૂંટણીમાં બીજેપીનું પર્ફોર્મન્સ સુધર્યું હતું.
 
2. ડૉ. દિનેશ શર્મા
 
- હવે ડેપ્યુટી સીએમ બનનારા બીજેપીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને લખનઉના મેયર ડૉ. દિનેશ શર્મા, કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીના અંગત માનવામાં આવે છે. તેઓ યુવા મોરચાના અધ્યક્ષ રહી ચૂક્યાં છે. તેમને બીજેપીના સદસ્યતા અભિયાનના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા, જેના પછી બીજેપી વિશ્વની સૌથી વધુ સભ્યોવાળી પાર્ટી બની. 2014 ની લોકસભા ચૂંટણીમાં તેઓ રાજનાથ સિંહના ચૂંટણી કન્વીનર પણ રહી ચૂક્યા છે. સાથે જ પીએમ મોદીના પણ ઘણા નજીક હોવાનું માનવામાં આવે છે. ખાસ વાત એ છે કે શર્માની સાસરી પણ ગુજરાતમાં છે. વર્ષ 2006 માં અટલ બિહારી વાજપેયીએ પણ પોતાનું છેલ્લું ભાષણ દિનેશ શર્માને ચૂંટણી જીતાડવા આપ્યું હતું.
 
3. સતીશ મહાના
 
 - 14 ઓક્ટોબર 1960ના રોજ જન્મ, 1991થી સતત છ વાર ધારાસભ્ય.
- આ વખતે મહાનાએ રેકોર્ડ 56% વોટ મેળવીને બીએસપીના મનોજ શુક્લાને હરાવ્યા.
- અહેવાલો મુજબ મહાના સંઘ સાથેના જોડાણ દરમિયાન નરેન્દ્ર મોદીની સાથે કામ કરી ચૂક્યા છે.
- સોશિયલ મીડિયા ઉપર પણ મહાના ઘણા સક્રિય, ચૂંટણીની દરેક ગતિવિધિ અપલોડ કરવામાં આવતી હતી.
- 2014ની લોકસભા ચૂંટણીમાં મહાનાને કાનપુરની ટિકિટ નહોતી આપવામાં આવી. 
 
4. કેશવ પ્રસાદ મૌર્ય
 
 - યુવા ચહેરાઓ અને સંગઠનોના કામોમાં સંતુલન રાખીને ચાલનારા કેશવપ્રસાદ મૌર્ય પીએમ મોદી અને અમિત શાહ બંનેની પસંદ છે. 2012 માં વિધાનસભા સદસ્ય તરીકે ચૂંટાયા પછી તેઓ 2014 ની લોકસભા ચૂંટણી ફૂલપુરથી જીત્યા હતા. ત્યારબાદ તેમને યુપીની જવાબદારી સોંપવામાં આવી. મૌર્ય સંઘ ઉપરાંત વિહિપ અને બજરંગદળ જેવા સંગઠનોમાં પણ કામ કરી ચૂક્યા છે. તેઓ વિહિપ અધ્યક્ષ અશોક સિંઘલના ઘણા નજીક હતા. 
- મૌર્યને સીએમ પદ તો ન મળ્યું પણ તેઓને ડેપ્યુટી સીએમ પદ આપવામાં આવ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

વધુ વાંચો