તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુલ્હનના હાથમાંથી મહેંદીનો રંગ પણ નહોતો ઉતર્યો, લગ્નના 14 દિવસ બાદ પતિનું થયું મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અજમેર. રાજસ્થાનના અજમેર-જયપુર હાઈવે પર સડક દુર્ઘટનામાં એક દુલ્હનની નજર સમક્ષ જ તેના પતિ અને સાસુ-સસરાનું કરૂણ મોત થઈ ગયું. યુવતીના લગ્ન 14 દિવસ પહેલાં જ થયા હતા. દુર્ઘટનામાં નવપરણિતાની નણંદ પણ ઈજાગ્રસ્ત થઈ છે. યુવતી અને તેની નણંદને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા.
જાણો શું છે પૂરો મામલો
- જાણકારી મુજબ કિશનગઢના રહેવાસી 68 વર્ષીય અશોક સાંખલા વ્યવસાયે માર્બલ બિઝનેસમેન હતા.
- તેઓ શુક્રવારે તેમની 60 વર્ષીય પત્ની મંજૂદેવી સાંખલા, પુત્રી માધુરી, 30 વર્ષીય પુત્ર રાકેશ અને તેની પુત્રવધુ સોનલ જૈન સાથે એક લગ્ન સમારંભમાં હાજરી આપવા ઉદયપુર જઈ રહ્યા હતા.
- આ દરમિયાન જયપુર-ઉદેપુર હાઈવે પર તબીજી ગેસ પ્લાન્ટ નજીક એક ગાયને બચાવવાના ચક્કરમાં તેમણે કારનું બેલેન્સ ગુમાવી દીધું.
- જેના પરિણામે કાર ખાડામાં ઉતરીને દીવાલ સાથે અથડાઈ. ઘટનામાં કારનો આગળનો હિસ્સો પૂરી રીતે ડેમેજ થઈ ગયો.

પતિ, સાસુ, સસરાનું ઘટનાસ્થળે મોત
- દુર્ઘટના એટલી જબરદસ્ત હતી કે કારમાં સવાર અશોક, તેમની પત્ની મંજૂ અને પુત્ર રાકેશનું ઘટના સ્થળે જ અવસાન થઈ ગયું.
- આ બાજુ માધુરી અને સોનલનો જીવ તો બચી ગયો પરંતુ બંને ગંભીર રીતે ઘાયલ થઈ ગયા.
- તેમને અજમેરની જેએલએન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે મૃતકોના અંતિમ સંસ્કાર બ્યાવરમાં કરવામાં આવ્યા.
વીજળીના થાંભલા સાથે અથડાઈ કાર
- કાર વીજળની થાંભલા સાથે અથડાઈ ત્યારે તેના ટૂકડા થઈ ગયા અને કાર પણ બંધ થઈ ગઈ.
- થાંભલો તૂટવાથી તાર નાળામાં જઈને પડ્યો. જેના કારણે પાણીમાંથી ધૂમાડા નીકળવા લાગ્યા.
- પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને વીજળીનો પૂરવઠો બંધ કરાવીને ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા. આ દરમિયાન સડક પર ટ્રાફિક જામ થવાની બંને બાજુ લાંબી લાઈનો લાગી ગઈ.
લગ્નમાં ગિફ્ટ મળી હતી કાર
- મૃતક રાકેશ સાંખલા રેગ્યુલર બ્લડ ડોનર હતો અને દરેક બ્લડ ડોનેશન કેમ્પમાં જઈને બ્લ ડોનેટ કરતો હતો.
- ફેમિલીના જણાવ્યા મુજબ રાકેશના લગ્ન 14 દિવસ પહેલાં જ બ્યાવર નિવાસ ગૌતમ ચંદ જૈનની દીકરી સોનલ સાથે થયા હતા. જેમાં સોનલના પરિવારજનોએ રાકેશને કાર ગિફ્ટમાં આવી હતી. આ કારમાં તેઓ ઉદયપુર જઈ રહ્યા હતા.
આગળની સ્લાઈડ્સમાં જૂઓ, દુર્ઘટનાના ફોટા...
અન્ય સમાચારો પણ છે...